AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 Types Of SIP : બચત કરતા પહેલા જાણી લો SIPના આ 6 પ્રકાર વિશે

આજના સમયમાં કોઇ પણ વ્યક્તિ બચત અને રોકાણ કરીને પોતાના નાણાં બમણા કરી ભવિષ્ય સુરક્ષિત કરવા માગે છે. ત્યારે આજના સમયમાં રોકાણ માટે SIPએ ખૂબ જ મનપસંદ વિકલ્પ બની રહ્યો છે. કેમ કે તમે નાની નાની રકમનું પણ રોકાણ કરીને સારુ ભંડોળ એકઠુ કરી શકો છો. જો કે SIPમાં રોકાણ કરતા પહેલા તમારે તેના વિવિધ પ્રકાર વિશે જાણી લેવુ જોઇએ.

| Updated on: Jan 17, 2025 | 9:50 AM
Share
યોગ્ય SIP પસંદ કરીને તમે લાંબા ગાળાના આયોજન દ્વારા મોટી રકમ એકઠી કરી શકો છો. SIPએ રોકાણ કરવાની એક સરળ અને શિસ્તબદ્ધ રીત છે.  SIP વિવિધ પ્રકારની છે, જે વિવિધ નાણાકીય જરૂરિયાતો અને લક્ષ્યોને પૂર્ણ કરવા માટે યોગ્ય છે. અહીં અમે 6 મુખ્ય પ્રકારના SIP વિશે જણાવી રહ્યા છીએ.

1 / 7
રેગ્યુલર SIP : રેગ્યુલર SIP એ સૌથી સામાન્ય પ્રકાર છે, જેમાં રોકાણકારો દર મહિને ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ધોરણે એક નિશ્ચિત રકમનું રોકાણ કરે છે. આ રોકાણ કરવાની એક નિયમિત અને શિસ્તબદ્ધ રીત છે, જ્યાં રકમ ચોક્કસ તારીખે બેંક ખાતામાંથી આપમેળે કપાઈ જાય છે. લાંબા સમય સુધી રોકાણ કરવામાં આવે ત્યારે તે ચક્રવૃદ્ધિનો મોટો લાભ આપે છે, જે તેને લાંબા ગાળાના ધ્યેયો માટે આદર્શ બનાવે છે.

2 / 7
ટોપ-અપ SIP : આ  SIPમાં, રોકાણકારો તેમની આવક વધતાં SIP રકમ વધારી શકે છે. જેમ કે જો પગાર વધારો થાય, તો રોકાણકારો તેમના રોકાણમાં વધારો કરી શકે છે. આ વિકલ્પ એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ લાંબા ગાળા માટે વધુ વળતર ઇચ્છે છે.

3 / 7
ટ્રિગર SIP : આ SIP બજાર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. રોકાણકારો ટ્રિગર્સ સેટ કરી શકે છે, જેમ કે બજાર 5% ઘટે ત્યારે રોકાણ શરૂ કરવું. જોકે, આ વિકલ્પનો લાભ લેવા માટે બજારની ઊંડી સમજ હોવી જરૂરી છે. તે અનુભવી રોકાણકારો માટે યોગ્ય છે.

4 / 7
ફ્લેક્સી SIP : આ SIP માં રોકાણકારો બજારની સ્થિતિ અનુસાર તેમના રોકાણની રકમમાં ફેરફાર કરી શકે છે. જ્યારે બજાર ઊંચું હોય છે, ત્યારે રોકાણકારો ઓછી રકમનું રોકાણ કરી શકે છે અને જ્યારે બજાર નીચે હોય છે, ત્યારે તેઓ મોટી રકમનું રોકાણ કરી શકે છે. આ વિકલ્પ એવા રોકાણકારો માટે યોગ્ય છે જે બજારના વધઘટ પર નજર રાખે છે.

5 / 7
ઇન્સ્યોરન્સ SIP : આ SIP મ્યુચ્યુઅલ ફંડ રોકાણની સાથે રોકાણકારોને વીમા કવચ પણ પૂરું પાડે છે. તેમાં રોકાણકારોને ટર્મ ઇન્શ્યોરન્સ મળે છે, જે SIPની પહેલી રકમના 10 ગણા સુધી હોઈ શકે છે. તે રોકાણ તેમજ સુરક્ષા પૂરી પાડે છે.

6 / 7
Perpetual SIP : આ SIP માં રોકાણનો સમયગાળો નિશ્ચિત નથી. રોકાણકારો ઇચ્છે ત્યાં સુધી આ ચાલુ રાખી શકે છે. તે લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય છે અને ચક્રવૃદ્ધિનો મહત્તમ લાભ આપે છે. (નોંધ : SIP મ્યુચ્યુઅલ ફંડ એ શેર બજારને આધિન છે. તેમાં રોકાણ કરતા પહેલા નાણાંકીય નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.)

7 / 7

TV9 ગુજરાતી પ્લેટફોર્મ પર SIP, બચત અને રોકાણને લગતી અનેક સ્ટોરી કરવામાં આવે છે. તમે તે વાંચીને બચત અને રોકાણ અંગેનું માર્ગદર્શન મેળવી શકો છો. રોકાણને લગતી આની જ સ્ટોરી વાંચવા માટે તમે અહીં ક્લિક કરો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">