Dang : ભરશિયાળે ડાંગમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

Dang : ભરશિયાળે ડાંગમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2025 | 11:29 AM

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું છે.

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું છે. જો કે ભરશિયાળામાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ.

સાપુતારામાં ધુમ્મસભર્યુ વાતાવરણ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતો પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તો અનેક જિલ્લાઓમાં ઠંડા પવન સાથે હાડથીજવતી ઠંડી પડી રહી છે.બીજી તરફ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ખેડા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, મોરબી, પાટણ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કચ્છમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

g clip-path="url(#clip0_868_265)">