Narmada : રાજાશાહી ઠાઠ માણવા કેર ટેકર બન્યા ચોર ! રાજવંત પેલેસમાંથી લાખો રુપિયાની ચોરી કરનાર 5 આરોપી ઝડપાયા, જુઓ Video

Narmada : રાજાશાહી ઠાઠ માણવા કેર ટેકર બન્યા ચોર ! રાજવંત પેલેસમાંથી લાખો રુપિયાની ચોરી કરનાર 5 આરોપી ઝડપાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2025 | 10:35 AM

અત્યારે મોટાભાગના લોકોને મહેનત કર્યા વગર જ રાજાશાહી ઠાઠથી જીવન જીવવાનું પસંદ કરે છે. જેના પગલે કેટલીક વાર ખોટા કામ પણ કરી દેતા હોય છે. ત્યારે મોજશોખ અને રાજાશાહી ઠાઠ માટે 5 શખ્સોએ રાજવી પરિવારના ઘરે જ ચોરી કરવાની યોજના બનાવી હતી.

અત્યારે મોટાભાગના લોકોને મહેનત કર્યા વગર જ રાજાશાહી ઠાઠથી જીવન જીવવાનું પસંદ કરે છે. જેના પગલે કેટલીક વાર ખોટા કામ પણ કરી દેતા હોય છે. ત્યારે મોજશોખ અને રાજાશાહી ઠાઠ માટે 5 શખ્સોએ રાજવી પરિવારના ઘરે જ ચોરી કરવાની યોજના બનાવી હતી. રાજપીપળાનાં પ્રસિદ્ધ રાજવંત પેલેસની જ્યાં 5 શખ્સોએ ચોરી કરી. એન્ટિક બંદુક અને રાજાની સહી વાળા કોરા ચેક સહીત 10લાખ 40 હજારની ચોરી કરી.

રાજપીપળાનાં પ્રસિદ્ધ રાજવંત પેલેસમાં ચોરી

આરોપીઓએ કોરા ચેક બેંકમાં રકમ ભરી ચેક વટાવ્યા અને તેમનો ભાંડો ફૂટ્યો. આરોપીઓએ ચેક વટાવી મેળવેલા નાણાંમાંથી વાહનો પણ ખરીદ્યા. યુવરાજ માનવેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી અને ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે અમદાવાદમાંથી એક અને નર્મદા જિલ્લામાંથી ચાર સહીત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા.

આરોપી ઝડપાયા ત્યારે ચોંકવનારી હકીકત સામે આવી મુખ્ય આરોપી સંજય મધુકર અને તેની સાથે રહેનાર આરોપી મિત રાવલ મહેલમાં કેર ટેકર તરીકે કામ કરતા હતા. હાલ પોલીસે 3લાખ રૂપિયાની એક પિસ્તોલ અને 3 વાહન સહિત 6લાખ 80હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ત્રણેય આરોપી 2 દિવસના રિમાન્ડ પર છે.

g clip-path="url(#clip0_868_265)">