રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક છે. તેનું મૂલ્ય આશરે 17 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીએ કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મુખ્ય બિઝનેસ ઓઈલ અને ગેસ સેક્ટરમાં છે. પરંતુ હવે રિલાયન્સ લગભગ દરેક ક્ષેત્રમાં પ્રસરી ચૂકી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વર્તમાન ચેરમેન મુકેશ અંબાણી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમગ્ર ભારતમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ, નેચરલ રિસોર્સિસ, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. રિલાયન્સ ભારતની સૌથી નફાકારક કંપનીઓમાંની એક છે.
સમગ્ર દેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં લાખો કર્મચારીઓ કામ કરે છે. તે દેશની દસમી સૌથી મોટી રોજગાર આપતી કંપની પણ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હાલમાં 2023ની ફોર્ચ્યુન લિસ્ટમાં 88મા ક્રમે છે. આ “વિશ્વની સૌથી મોટી કંપનીઓ”ની વૈશ્વિક 500 યાદી છે. રિલાયન્સ હાલમાં ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની છે.