સાબરકાંઠાઃ રોડાના પ્રાચીન મંદિર સમૂહમાં મહાઆરતી યોજાઈ, Vote for Bharat ની કરાઈ અપીલ

સાબરકાંઠા જિલ્લાનમાં પ્રાચીન વારસો ધરાવતા સ્થળોમાં રાયસિંગપુર રોડાના શિવ મંદિરનો સમૂહ જાણીતો છે. અહીં પ્રવાસીઓ પણ આ પ્રાચીન સ્થાપત્યોને જોવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. શિવ મંદિર સમૂહ સ્થળે શિવરાત્રીના દિવસે સ્વચ્છતા યોજીને મહાઆરતીનું આયોજન કરીને મતદાન જાગૃતિની અપીલ કરવામાં આવી હતી.

| Updated on: Mar 09, 2024 | 8:33 AM
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ રાયસિંગપુર રોડાના પ્રાચીન શિવ મંદિરોનો સમૂહ આવેલો છે. આ મંદિરોનો સમૂહ 8મીથી 9મી સદીના પૌરાણિક સ્થાપત્ય ધરાવે છે. મંદિર સમૂહ સ્થળે શિવરાત્રી નિમિત્તે સ્થાનિક આગેવાનોએ સ્વચ્છતા સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

1 / 5
મહાઆરતીમાં સ્થાનિક હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા ક્લેકટર નૈમેષ દવે અને અતુલ્ય વારસો ટીમના કપિલ ઠાકર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.

2 / 5
શિવરાત્રીના મહાપર્વને લઈ મહાઆરતી યોજવા સાથે અહીં મંદિર સમક્ષના કુંડમાં દીવડાઓ વડે મતદાન જાગૃતિની અપીલ કરવામાં આવી હતી. દીવડાઓ પ્રગટાવીને વોટ ફોર ભારત લખ્યુ હતુ.

3 / 5
અહીં સાત મંદિરોનો સમૂહ હતો, જેમાંથી 6 મંદિર સ્થળ પર છે જ્યારે એક નો પૂરાવો રહ્યો છે. અહીં શિવ, ગણેશ અને નવગ્રહ મંદિર ઉપરાંત પક્ષી મંદિર પણ આવેલ છે.

4 / 5
2001 ના ભૂકંપ દરમિયાન આ મંદિરોને નુક્સાન થયુ હતુ, જોકે બાદમાં તેનું સમાર કામ કરીને આ વિસ્તારને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યુ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">