મહાશિવરાત્રી
હિંદુ ધર્મમાં, મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે, મહા શિવરાત્રી મહા મહિનાની સુદ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે, એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.દેશભરના તમામ જ્યોતિર્લિંગો અને શિવ મંદિરોમાં મહાશિવરાત્રિ પર શિવભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જ્યાં શિવલિંગનો જલાભિષેક ધાર્મિક વિધિ તરીકે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે.મહાશિવરાત્રિ પર, શિવભક્તો તેમના દેવતાનું ધ્યાન કરતી વખતે આખી રાત જાગતા રહે છે. શિવભક્તો આ દિવસને ભગવાન શિવના લગ્ન ઉત્સવ તરીકે ઉજવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્યાગનું જીવન છોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો.