Avnish Goswami

Avnish Goswami

Senior Correspondent - TV9 Gujarati

avanishpuri.goshvami@tv9.com

છેલ્લા બે દશકથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. ઉત્તર ગુજરાતના મહત્વના વિસ્તાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ન્યુઝ પેપર અને ટીવી મીડિયા માટે ફિલ્ડ રિપોર્ટીંગ કર્યુ છે. 3 કરતા વધારે વર્ષથી ડિજિટલ મીડિયામાં સ્પોર્ટ્સ અને ગુજરાત કેટેગરી માટે રિપોર્ટીંગ કરી રહ્યા છે. ગુજરાતના અંતરિયાળ અને સરહદી આદિવાસી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ, રાજકીય ગતિવિધીઓ અને ફિલ્ડ રિપોર્ટીંગમાં ઘટનાઓ કવર કરવાનો અનુભવ રહ્યો છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં ક્રિકેટ અને રમત-ગમત બીટ પર આર્ટિકલ લખે છે.

Read More
લદ્દાખના હોટ સ્પ્રિંગ્સમાં પોલીસ શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ, IPS મયુર પાટીલે કર્યું ગુજરાતનું પ્રતિનિધિત્વ, જુઓ Photos

લદ્દાખના હોટ સ્પ્રિંગ્સમાં પોલીસ શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ, IPS મયુર પાટીલે કર્યું ગુજરાતનું પ્રતિનિધિત્વ, જુઓ Photos

RPF DGના નેતૃત્વમાં 28 સભ્યોની ટીમ પહોંચી હતી. જેમાં ગુજરાતના આઈપીએસ અધિકારી મયુર પાટીલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. LAC ની નજીકના અત્યંત કઠોર અને દુર્ગમ પ્રદેશમાં 21 ઓક્ટોબર 1959ના રોજ રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સીઆરપીએફના 10 જવાનોના ઐતિહાસિક અને પરાક્રમી બલિદાનનો આ પુરાવો છે.

અરવલ્લીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી વહ્યા, મોડાસમાં સવા 4 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો

અરવલ્લીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી વહ્યા, મોડાસમાં સવા 4 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો

વહેલી સવારથી જ ભારે વરસાદ મોડાસા અને મેઘરજ વિસ્તારમાં વરસ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં મોડાસામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેઘરજમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ભિલોડામાં બે ઈંચ, ધનસુરા અને માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. બાયડમાં પણ બે ઈંચ વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી.

મોડાસામાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલો ચેકડેમ વરસાદી પાણીના ભારે પ્રવાહમાં ધોવાઈ ગયો, જુઓ વીડિયો

મોડાસામાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલો ચેકડેમ વરસાદી પાણીના ભારે પ્રવાહમાં ધોવાઈ ગયો, જુઓ વીડિયો

મેઢાસણ નજીક અમરતપુરા કંપામાં ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલો ચેકડેમ ભારે વરસાદમાં પાણીનો પ્રવાહ વધતા ધોવાઈ જવા પામ્યો છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં સિંચાઈની રાહત રહે એ માટે ચેકડેમ તૈયાર કરાવ્યો હતો. જે ભારે વરસાદ દરમિયાન વરસાદમાં ધોવાઈ ગયો હતો. ખેડૂતોએ તેને નિર્માણ કરવા માટે મહેનત કરી હતી અને પૈસા પણ ખર્ચ કર્યા હતા.

સાબરકાંઠાઃ પ્રાંતિજમાં સાડા 6 ઈંચ વરસાદ, તલોદમાં 4 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો

સાબરકાંઠાઃ પ્રાંતિજમાં સાડા 6 ઈંચ વરસાદ, તલોદમાં 4 ઈંચ ખાબક્યો, જુઓ વીડિયો

જિલ્લામાં સૌથી વધારે વરસાદ પ્રાંતિજ વિસ્તારમાં વરસ્યો હતો. વહેલી સવારે ભારે ગાજવીજ સાથે વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ ખેતરોથી લઈને શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા.

હિંમતનગર નજીક ST બસ પાણીમાં ડૂબી ગઈ, બેદરકારી દાખવતા ચાલકે અંડરબ્રીજમાં ઉતારી દીધી, જુઓ વીડિયો

હિંમતનગર નજીક ST બસ પાણીમાં ડૂબી ગઈ, બેદરકારી દાખવતા ચાલકે અંડરબ્રીજમાં ઉતારી દીધી, જુઓ વીડિયો

હિંમતનગરના હમીરગઢ નજીક અંડરપાસમાં બસ ફસાઈ જવા પામી હતી. અંડરપાસમાં બસને ચાલકે ઉતારી હતી. આ દરમિયાન બસ પાણીમાં જ બંધ પડી જતા સંપૂર્ણ પણે ડૂબી જવા પામી હતી. વિદ્યાર્થીઓને લેવા માટે બસ જઈ રહી હતી અને એ દરમિયાન જ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકની બેદરકારી હોવા અંગે તપાસ શરુ કરી હતી.

IND vs SL: ટીમ ઈન્ડિયા T20 સિરીઝમાં 2-0થી અજેય, શ્રીલંકા સામે બીજી મેચમાં 7 વિકેટથી વિજય

IND vs SL: ટીમ ઈન્ડિયા T20 સિરીઝમાં 2-0થી અજેય, શ્રીલંકા સામે બીજી મેચમાં 7 વિકેટથી વિજય

IND vs SL T20 Match Report Today: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં વરસાદે વિઘ્ન સર્જ્યું હતુ. મેચ શરુ થવાની પહેલા વરસાદને લઈ ટોસ 45 મિનિટ મોડો થયો હતો. જ્યારે ભારત લક્ષ્યનો પીછો કરવા માટે મેદાને ઉતર્યું ત્યારે 3 બોલની રમત બાદ મેચ રોકી દેવી પડી હતી. ત્યાર બાદ 12 ઓવર કાપી રમત ફરી શરુ કરવામાં આવી હતી.

IND vs SL: ભારત સામે શ્રીલંકાએ 9 વિકેટે 162 રનનું લક્ષ્ય રાખ્યું, રવિ બિશ્નોઈની કમાલની બોલિંગ

IND vs SL: ભારત સામે શ્રીલંકાએ 9 વિકેટે 162 રનનું લક્ષ્ય રાખ્યું, રવિ બિશ્નોઈની કમાલની બોલિંગ

રવિવારે રમાઈ રહેલી મેચમાં ભારતે ટોસ જીત્યો હતો. સુકાન સંભાળી રહેલા સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે પલ્લેકેલેમાં T20 સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ આજે મેચ જીતીને સિરીઝમાં અજેય થવા માટેના ઈરાદા સાથે મેદાને ઉતરી છે.

રિયાન પરાગને આક્રમકતા સાથે વિકેટનો જશ્ન મનાવતો જોઈ ગૌતમ ગંભીર શાંત રહી શક્યો નહીં

રિયાન પરાગને આક્રમકતા સાથે વિકેટનો જશ્ન મનાવતો જોઈ ગૌતમ ગંભીર શાંત રહી શક્યો નહીં

ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર માટે નવી જવાબદારીનો પ્રથમ પ્રવાસ છે. જેની શરુઆતે જ ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. આ જીતમાં કેટલીક બાબતો દરેકનું ધ્યાન ખેંચી રહી છે. ગૌતમ ગંભીર શ્રીલંકા સામેની પ્રથમ મેચ દરમિયાન ખૂબ જ આક્રમક જોવા મળતો હતો.

IND vs SL 2nd T20 Highlights: શ્રીલંકા સામે ભારતનો 7 વિકેટે વિજય, સિરીઝમાં 2-0થી અજેય

IND vs SL 2nd T20 Highlights: શ્રીલંકા સામે ભારતનો 7 વિકેટે વિજય, સિરીઝમાં 2-0થી અજેય

India vs Sri Lanka 2nd T20I Score Highlights: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રવાસની બીજી T20 મેચ રમાઈ રહી છે. ત્રણ મેચોની T20 સિરીઝમાં ભારતીય ટીમ આજે ટ્રોફી પર કબ્જો કરી લેવાના જુસ્સા સાથે મેદાને ઉતરશે. ભારતે પ્રથમ મેચમાં 43 રનથી જીત મેળવી હતી.

Asia Cup 2024 Final: ભારતને હરાવી શ્રીલંકા પ્રથમ વાર એશિયા કપ વિજેતા, હર્ષિતા અને અટ્ટાપટ્ટુની અડધી સદી

Asia Cup 2024 Final: ભારતને હરાવી શ્રીલંકા પ્રથમ વાર એશિયા કપ વિજેતા, હર્ષિતા અને અટ્ટાપટ્ટુની અડધી સદી

India vs Sri Lanka Womens Asia Cup 2024 Final: ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 165 રન નોંધાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર અડધી સદી નોંધાવી હતી.

IND W vs SL W Match Report: શ્રીલંકા સામે ભારતે 166 રનનું લક્ષ્ય રાખ્યું, સ્મૃતિ મંધાનાની શાનદાર અડધી સદી

IND W vs SL W Match Report: શ્રીલંકા સામે ભારતે 166 રનનું લક્ષ્ય રાખ્યું, સ્મૃતિ મંધાનાની શાનદાર અડધી સદી

Womens Asia Cup 2024 Final Match Report, India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપ 2024ની ફાઈનલ મેચ આજે રવિવારે રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય સુકાની હરમનપ્રીત કૌરે કર્યો હતો. આમ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી

IND W vs SL W, Asia Cup Final, Highlights :  ભારત સામે 8 વિકેટથી શ્રીલંકાની જીત, પ્રથમ વાર એશિયા કપ વિજેતા બન્યું

IND W vs SL W, Asia Cup Final, Highlights : ભારત સામે 8 વિકેટથી શ્રીલંકાની જીત, પ્રથમ વાર એશિયા કપ વિજેતા બન્યું

IND vs SL, Women’s Asia Cup Final, Highlights: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો એશિયા કપમાં અત્યાર સુધી દબદબો રહ્યો છે. એશિયા કપના 8 સંસ્કરણોમાંથી 7 વાર ભારતીય ટીમ ચેમ્પિયન રહી છે. ટીમ ઈન્ડિયા માત્ર વર્ષ 2018માં એશિયા કપ જીતવામાં સફળ રહી નહોતી.

g clip-path="url(#clip0_868_265)">