18 January 2025

ફ્રિજમાંથી આવે છે કટ-કટ અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

Pic credit - gettyimage

ઘણી વખત રેફ્રિજરેટરમાંથી અજીબ અવાજ આવવા લાગે છે જે ઘરના લોકો માટે પરેશાનીનું કારણ બની જાય છે.

Pic credit - gettyimage

જે અચાનક શરૂ થાય છે અને પછી આપમેળે બંધ પણ થઈ જાય છે.

Pic credit - gettyimage

જો તમારા રેફ્રિજરેટરમાંથી પણ કટ-કટનો અવાજ આવી રહ્યો છે, તો આટલુ જાણી લેજો

Pic credit - gettyimage

કનેક્શન લૂઝ થઈ જતા ફ્રિજમાંથી અવાજ આવે છે, આવી સ્થિતિમાં, તમારે પાવર પોઈન્ટ તપાસવું જોઈએ અને જો કોઈ સમસ્યા હોય, તો તેને ઠીક કરાવવી જોઈએ.

Pic credit - gettyimage

જો તમને ફ્રિજના કોમ્પ્રેસરની નજીક કટ કટનો અવાજ સંભળાય છે, તો તે ઓવરલોડને કારણે હોઈ શકે છે, આવી સ્થિતિમાં કોમ્પ્રેસરને બદલવાની જરૂર છે.

Pic credit - gettyimage

રેફ્રિજરેટરમાં અવાજ પાછળનું કારણ ખોટું ગેસ મિશ્રણ પણ હોઈ શકે છે. જો તમે એક R-12 ગેસ રેફ્રિજરેટરમાં R-134 ગેસ ભરો છો તો તેમાંથી વિચિત્ર અવાજ સંભળાય છે.

Pic credit - gettyimage

ફ્રીઝરની પાછળ ફીટ કરાયેલ લોખંડની જાળી અથવા કન્ડેન્સર કોઇલનો નટ અથવા સ્ક્રૂ ઢીલો થઈ જાય ત્યારે પણ અવાજ આવે છે આથી તેને ફીટ કરાવો 

Pic credit - gettyimage

ક્યારેક કૂલિંગ કોઇલમાં વધારાનો બરફ જમા થવા લાગે છે. ત્યારે પણ રેફ્રિજરેટર અવાજ કરે છે આથી બરફ જમા ના થાય તેનું ધ્યાન રાખો

Pic credit - gettyimage