બેંકની FD અને RD માં રોકાણ કરવાથી કેટલા રૂપિયાની ટેક્સ છૂટ મળે છે? જાણો
સરકાર દ્વારા બેંક FD, RD, બોન્ડ અને સેવિંગ્સ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા પર ટેક્સમાં છૂટ આપે છે. કોઈપણ વ્યક્તિ આવા રોકાણોમાંથી મળતા વ્યાજ પર મર્યાદા સુધી આવકવેરા મુક્તિનો દાવો કરી શકે છે. તે વરિષ્ઠ નાગરિકો અને સામાન્ય નાગરિકો માટે અલગ અલગ હોય છે.

બેંક FD અને RD પર મળતા વ્યાજ પર કર મુક્તિ તમે માત્ર ઓલ્ડ ટેક્સ રિજીમમાં જ મેળવી શકો છો. આ લાભ નવી ટેક્સ સિસ્ટમમાં નથી. એક સામાન્ય વ્યક્તિ નાણાકીય વર્ષમાં 10,000 રૂપિયા સુધીના તમામ બચત ખાતાઓ પર કુલ વ્યાજ પર આવકવેરાની કલમ 80TTA હેઠળ મુક્તિનો દાવો કરી શકે છે.

સામાન્ય નાગરિકોને RD અને બેંક FD માં મળતા વ્યાજ પર કોઈ ટેક્સ છૂટ મળતી નથી. પોસ્ટ ઓફિસ સ્કીમ તેમાં સામેલ નથી. NSC, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓ પરના તમામ રોકાણકારોને આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે.

કોઈપણ વરિષ્ઠ નાગરિક એક નાણાંકીય વર્ષમાં બચત ખાતા, બેંક FD અને RD પર 50,000 રૂપિયા સુધીના વ્યાજ પર આવકવેરાની કલમ 80TTB હેઠળ કર મુક્તિનો દાવો કરી શકે છે.

જો કોઈ રોકાણકાર બોન્ડ્સ, કોર્પોરેટ FD અને ડિબેન્ચરમાં નાણાંનું રોકાણ કરીને વ્યાજ કમાય છે, તો તેને આવકવેરામાં કોઈપણ પ્રકારની કર મુક્તિ આપવામાં આવતી નથી.