સિનિયર સિટિઝન
ભારતમાં સિનિયર સિટિઝનને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જે લોકોની ઉંમર 60 થી 79 વર્ષની વચ્ચે હોય તેમને ‘સિનિયર સિટિઝન’ કહેવામાં આવે છે અને જેમની ઉંમર 80 વર્ષથી વધુ હોય તેમને સુપર સિનિયર સિટિઝન કહેવામાં આવે છે. ભારતમાં, આ બંને પ્રકારના વરિષ્ઠ નાગરિકોને વિવિધ પ્રકારની રાહત અને છૂટ આપવામાં આવે છે. તેમને આવકવેરામાં છૂટ આપવામાં આવે છે. અદ્યતન સારવાર અને આધુનિક ટેકનોલોજીને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. ભારતમાં સિનિયર સિટિઝને ઘણા લાભ આપવામાં આવે છે, ટ્રેનથી લઇને ટેક્સ સુધી ઘણી રાહત આપવામાં આવે છે, તથા સરકારે સિનિયર સિટિઝનો માટે અનેક યોજના પણ બનાવી છે.