AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણ

રોકાણ

રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણનો અર્થ છે તમારા રૂપિયાને એવી જગ્યાએ મુકો જે તમને ભવિષ્યમાં વળતર આપી શકે.

ઉદાહરણ તરીકે, બેંકમાં રૂપિયા જમા કરાવવા અથવા સંપત્તિ ખરીદવા જેવી બાબતો ભવિષ્યમાં નફો મેળવવાના હેતુથી કરવામાં આવે છે. ધારો કે તમારી પાસે 500 રૂપિયા છે, જેનો ઉપયોગ કરીને તમે પ્રોપર્ટી ખરીદી છે, જે આગામી 2 વર્ષમાં વધીને 800 રૂપિયા થાય છે, તો આ પ્રકારની પ્રોપર્ટી ખરીદવી એ એક પ્રકારનું રોકાણ કહેવાશે.

રોકાણ તમારા માટે બે રીતે આવક પેદા કરી શકે છે. એક, જો તમે વેચાણપાત્ર સંપત્તિમાં રોકાણ કરો છો, તો તમે નફાના રૂપમાં આવક મેળવી શકો છો. બીજું, જો રોકાણ રિટર્ન જનરેટીંગ સ્કીમમાં કરવામાં આવે છે, તો તમે નફાના સંચય દ્વારા આવક મેળવશો.

રોકાણ શું છે એમ કહીને સમજી શકાય છે કે, રોકાણ એ તમારી બચતને અસ્કયામતો અથવા વસ્તુઓમાં મૂકવા વિશે છે જે તેમના પ્રારંભિક મૂલ્ય કરતાં વધારે મૂલ્યવાન બને છે અથવા જે ભવિષ્યમાં ઈન્કમ જનરેટ કરે છે.

Read More

Mutual fund : નવેમ્બર મહિનામાં શાનદાર પ્રદર્શન કરનારા ટોચના 10 ફંડ યાદી જુઓ

રોકાણકારો માટે સારા સમાચાર! નવેમ્બર મહિનામાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરીને રોકાણકારોને આકર્ષ્યા છે. તાજેતરમાં જાહેર થયેલી યાદી મુજબ, આ ફંડ્સ તેમના પ્રદર્શનના આધારે ટોચના ૧૦ ફંડ્સની યાદીમાં સામેલ થયા છે. જાણો તેના વિશે.

Market Prediction: શેરબજાર કે સોના-ચાંદી? વર્ષ 2026 માં કોણ સારું રિટર્ન આપશે? અગ્રણી બ્રોકરેજ ફર્મે બોલ્ડ આગાહી કરી

આ વર્ષે શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યું હોવા છતાં રોકાણકારોને તેમની આશા મુજબનું રિટર્ન મળ્યું નથી. બીજીબાજુ સોના અને ચાંદીએ રિટર્નની દ્રષ્ટિએ દાયકાઓ જૂના રેકોર્ડ તોડી નાખ્યા.

Stock Forecast 2025 : સ્ટોક ખરીદતા પહેલા જાણી લો એક્સપર્ટ શું કહે છે

Stock Forecast 2025 : શું તમે પણ પૈસાને આમતેમ વેડફાવ કરતા સ્ટોકમાં રોકાણ કરવા માંગો છો, તો આજે અમે અમારી સ્ટોક ફોરકાસ્ટની સ્ટોરીમાં કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીશું. જેના પર કેટલાક એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે.

‘સોના’ કરતાં પણ ચમકદાર ચાંદી ! ભાવ પહેલીવાર ₹2 લાખને પાર, શું 2026 સુધીમાં ₹2.50 લાખનો નવો રેકોર્ડ બનશે?

આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવ 120 ટકા વધીને 2 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. વિશ્લેષકો આગાહી કરે છે કે માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો થવાને કારણે, ભાવમાં વધારો જોવા મળશે. જાણો નિષ્ણાતો શું કહ્યું......

Gold Silver Rate : સોના-ચાંદીની કિંમતમાં ગજબનો ઉલટફેર ! ક્યારેક ભાવ ઘટયા તો ક્યારેક વધ્યા, ગયા અઠવાડિયે આ બંને ધાતુએ રોકાણકારોના શ્વાસ અધ્ધર કર્યા

ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા હતા. ક્યારેક ભાવ ઘટતા તો ક્યારેક તેમાં તીવ્ર વધારો થતો, હવે આ વધઘટ શા માટે થઈ અને બંને ધાતુઓની વર્તમાન સ્થિતિ શું છે?

આ મ્યુચ્યુઅલ ફંડે કમાલ કર્યું! ₹10,000 ની SIP માંથી ₹1.36 કરોડનું ફંડ બન્યું, બસ આટલા વર્ષમાં રોકાણકારો કરોડપતિ બની ગયા

ફંડની સ્થાપના પછીના છેલ્લા 20 વર્ષમાં, જો કોઈ રોકાણકારે ₹10,000 ની માસિક SIP કરી હોત, તો તેનું રોકાણ આશરે ₹1.36 કરોડ થયું હોત. આ સમયગાળા દરમિયાન, ફંડે આશરે 15.23% નું XIRR રિટર્ન આપ્યું છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટરમાં મજબૂત કામગીરી દર્શાવે છે.

Stock Market : રોકાણકારો માટે આ અઠવાડિયું ખાસ, 4 IPO અને 15 લિસ્ટિંગ સહિત જાણો શેર બજારમાં શું શું થશે ?

આવતા સપ્તાહે ભારતીય શેરબજારમાં 4 નવા IPO લોન્ચ થશે, જેના દ્વારા ₹830 કરોડ એકત્ર કરાશે. સાથે જ 15 કંપનીઓ લિસ્ટિંગ માટે તૈયાર છે, જે પ્રાથમિક અને સેકન્ડરી માર્કેટ બંનેમાં ઉત્સાહ જગાવશે.

સોના-ચાંદીને ભૂલી જાઓ ! આ ધાતુ પર નજર રાખજો, શું ખરેખરમાં આના ભાવ ભવિષ્યમાં સાતમા આસમાને પહોંચશે?

રોકાણકારો અને નિષ્ણાતો બંને 'સોના અને ચાંદી'ને બાજુમાં મૂકીને હવે એક ખાસ ધાતુ પર નજર રાખી રહ્યા છે. રોકાણકારોમાં ચર્ચા તેજ બની છે કે, શું આ ધાતુ ભવિષ્યમાં સાતમા આસમાને પહોંચશે કે નહીં? શું આ ધાતુ સોના અને ચાંદી કરતાં પણ આગળ નીકળી શકે છે?

Stocks Forecast : આ 4 શેર મચાવશે ધમાલ, મોટો ઉછાળો આવવાના સંકેત

જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

Stock Market: લાખો રોકાણકારો માટે ખુશખબરી ! દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની આપશે ‘દમદાર ડિવિડન્ડ’, શું આ શેર 200 રૂપિયાને પાર જશે?

શુક્રવારે એટલે કે 12 ડિસેમ્બરના રોજ PSU કંપનીએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે અને તેની સાથે જ રેકોર્ડ તારીખ પણ નક્કી કરી છે.

Gold Price Today: સોનામાં સતત ત્રીજા દિવસે તેજી, 22 અને 24 કેરેટ સોનું થયું આટલું મોંઘુ

સોનાના ભાવમાં વધારો મુખ્યત્વે ભારતીય ચલણ, રૂપિયાની નબળાઈ અને સલામત સંપત્તિની સતત માંગને કારણે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ પ્રતિ ઔંસ $4,338.40 છે. દેશભરના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના વર્તમાન દરો જાણો...

દાદા-દાદી પાસેથી વારસામાં મળેલી મિલકત પર હવે નહીં ચૂકવવી પડે ટ્રાન્સફર ફી, પોલીમાં થઈ રહ્યો બદલાવ

વર્તમાન સિસ્ટમ હેઠળ, માતાપિતા, ભાઈ-બહેનો અથવા જીવનસાથી દ્વારા કરવામાં આવતી મિલકતના ટ્રાન્સફર માટે ટ્રાન્સફર ફી માફ કરવામાં આવી છે. આ નવા નિર્ણયથી ઘણા લોકોને ફાયદો થશે.

Gold Silver Price : ચાંદીના ભાવમાં ₹5,100નો તોતિંગ વધારો, ₹1,99,500 પ્રતિ કિલોગ્રામની સર્વકાલીન ઊંચાઈ! આજનો નવો સોનાના ભાવ જાણો

આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજી અને યુએસ ફેડના દર ઘટાડાના પગલે સોના–ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. દિલ્હીના બજારમાં ચાંદી ફરી નવા ઇતિહાસિક સ્તરે પહોંચી છે, જ્યારે સોનું પણ રેકોર્ડ સપાટી પાસે ટ્રેડ થઈ રહ્યું છે. નીચે વિગતવાર રિપોર્ટ…

NPSમાં નવો ફેરફાર! હવે સોનું, ચાંદી અને IPO પણ ઉપલબ્ધ; આનાથી તમારા રિટાયરમેન્ટ પ્લાન પર શું અસર પડશે?

સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં રોકાણકારો માટે એક મોટો અને નોંધપાત્ર ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ, 'NPS ઇક્વિટી ફંડ્સ' હવે શેરબજારમાં રોકાણ કરવા પૂરતું મર્યાદિત રહેશે નહીં પરંતુ સોના, ચાંદી, રિયલ એસ્ટેટ અને નવી કંપનીઓના શેરમાં પણ રોકાણ કરી શકશે.

Stocks to Buy : 34% વધારી આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ, એક્સપર્ટે કહ્યું ખરીદવાની મોટી તક

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે દેશની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેર ખરીદવાની ભલામણ કરી છે. ગોલ્ડમેન સૅક્સે તેનું રેટિંગ "ન્યુટ્રલ" થી "Buy" કર્યું છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">