તહેવારો દરમિયાન, દરેકના ઘરમાં ઘુઘરા સહિત અનેક નવી નવી વાનગીઓ બનતી હોય છે. ત્યારે લોકો પેટ ભરીને ખાય છે તેમજ ઉત્સવના મૂળમાં બધાની સાથે વધારે જ ખવાઈ જાય છે. પણ પછી હેવી ફુડ તેમજ નવી વાનગીઓ ખાતા ગેસ, અપચો, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી મુકે છે. ઘણી વખત આ સમસ્યાઓ એટલી વધી જાય છે કે વ્યક્તિ અસ્વસ્થતા અનુભવવા લાગે છે. હોળી પર બજારમાં મળતા માવાના ગુજિયા અને અન્ય વસ્તુઓ ખાવાથી પેટમાં દુખાવો અને પેટ ફૂલવાની સમસ્યા પણ વધી જાય છે. તેનાથી નિપટવા માટે તમે દવાઓને બદલે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો.