Breaking News : રિષભ પંત બનશે ટીમનો કેપ્ટન, શુક્રવારે ટીમની જાહેરાત કરવામાં આવશે

છેલ્લા કેટલાક દિવસોથી રિષભ પંતને ટીમ ઈન્ડિયાનો વાઈસ-કેપ્ટન અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવાની તરફેણમાં ફેન્સ સોશિયલ પર અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે રિષભ પંતના ફેન્સ માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે. રિષભ પંતને ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે.

| Updated on: Jan 16, 2025 | 4:49 PM
ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોથી કેપ્ટનશિપનો મુદ્દો ચર્ચામાં છે. રોહિત શર્મા બાદ ટેસ્ટ ટીમનો સુકાની કોણ હશે તેની ચર્ચા ચાલી રહી છે. ઘણા નિષ્ણાતો આ જવાબદારી માટે સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનું નામ પણ સૂચવી રહ્યા છે.

1 / 8
આવું થશે કે નહીં તે તો આવનારા મહિનામાં જ ખબર પડશે, પરંતુ તે પહેલા પંતને ટીમની કમાન મળી જશે. આ ટીમ ઈન્ડિયા નહીં પરંતુ દિલ્હી ક્રિકેટ ટીમની કમાન છે. સ્ટાર વિકેટકીપરને રણજી ટ્રોફીની આગામી મેચ માટે દિલ્હી ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ મળી ગઈ છે. આ મેચ માટે દિલ્હીની ટીમની જાહેરાત શુક્રવારે 17 જાન્યુઆરીએ કરવામાં આવશે.

2 / 8
રણજી ટ્રોફીનો ગ્રુપ સ્ટેજ 23 જાન્યુઆરીથી ફરી શરૂ થઈ રહ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાના કેટલાક સ્ટાર ખેલાડીઓ પણ રમવાના છે. દિલ્હી તરફથી રિષભ પંતે દિલ્હી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખને તેની ઉપલબ્ધતા વિશે પહેલાથી જ જાણ કરી દીધી હતી. આવી સ્થિતિમાં, હવે એવું માનવામાં આવે છે કે રિષભ પંત ટીમનું નેતૃત્વ પણ કરશે. દિલ્હીને તેની આગામી મેચ સૌરાષ્ટ્ર સામે રમવાની છે.

3 / 8
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, શુક્રવાર, 17 જાન્યુઆરીએ દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ની પસંદગી સમિતિ આ મેચ માટે ટીમની જાહેરાત કરશે. એક રિપોર્ટમાં DDCAના એક અધિકારીએ જણાવ્યું છે કે આ બેઠકમાં જ પંતના નામને મંજૂરી આપવામાં આવશે.

4 / 8
38 ખેલાડીઓની સંભવિત ટીમમાંથી પહેલા એક મેચ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. હાલમાં આ ટીમ માત્ર આગામી મેચ માટે જ પસંદ કરવામાં આવી રહી છે. આ પછી પણ દિલ્હીએ ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ રમવાની છે, પરંતુ તેમાં રિષભ પંતના રમવાની કોઈ શક્યતા નથી.

5 / 8
જ્યાં સુધી વિરાટ કોહલીની વાત છે, અત્યાર સુધી DDCAને સ્ટાર બેટ્સમેન તરફથી કોઈ અપડેટ મળ્યું નથી. પંત જ્યારથી રણજી રમવા તૈયાર થયો છે ત્યારથી દરેકની નજર કોહલી પર ટકેલી છે, કે શું તે પણ આ મેચ માટે ઉપલબ્ધ રહેશે કે નહીં. કોહલી હાલમાં મુંબઈમાં છે, જ્યાં તે અલીબાગમાં તેના નવા ઘરના ગૃહ પ્રવેશની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, આશા છે કે કોહલી આ કાર્યક્રમ પછી જ કોઈ અપડેટ આપશે.

6 / 8
રોહિત શર્માના રમવા અંગે પણ ખૂબ ચર્ચા થઈ રહી છે, કારણ કે તાજેતરમાં જ રોહિત શર્માએ મુંબઈની રણજી ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી, જેનાથી સંકેત મળ્યો હતો કે તે પણ આગામી મેચમાં ભાગ લઈ શકે છે.

7 / 8
કોહલીની જેમ, યશસ્વી જયસ્વાલ (મુંબઈ) અને શુભમન ગિલ (પંજાબ), જેઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમનો ભાગ હતા, તેઓ પોતપોતાની ટીમો માટે રણજી ટ્રોફીમાં રમવા માટે સંમત થયા છે. (All Photo Credit : PTI)

8 / 8

વિરાટ કોહલી, રોહિત શર્મા, રિષભ પંત સહિત સ્ટાર ભારતીય ક્રિકેટરો વિશે વધુ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">