આજના યુગમાં, માઇક્રોવેવ ઓવન એ સૌથી આવશ્યક રસોડાનાં ઉપકરણોમાંનું એક બની ગયું છે. તેનો ઉપયોગ કરવાના કેટલાક વિશેષ ફાયદા છે, જેમ કે તે તમારો સમય બચાવે છે અને ખોરાકને ઝડપથી ગરમ કરે છે અને તમે આરામથી બેસીને આનંદથી ખોરાક ખાઈ શકો છો. પણ માઈક્રોવેવના ફાયદાની સાથે નુકસાન પણ ઘણા છે
જો તમે કોઈક વાર તેનો ઉપયોગ કરો છો તો ચીંતાની વાત નથી પણ જો તમે તેનો દરરોજ ઉપયોગ કરતા હોવ તો આજે બંધ કરી દોજો. તમને જણાવી દઈએ તેમાં ગરમ કરેલો ખોરાક ખાવાથી શરીરને ઘણા મોટા નુકસાન થાય છે ત્યારે ચાલો જાણીએ માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવાના કેટલાક ગેરફાયદા વિશે.
પોષક તત્વોની કમી : માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવાથી કેટલાક પોષક તત્વો, ખાસ કરીને વિટામિન સી અને બીની માત્રામાં ઘટાડો થઈ શકે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે માઇક્રોવેવમાં ખોરાકને વારંવાર ગરમ કરવાથી તેના પોષક તત્વો 90 ટકા મરી જાય છે અને તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે લાંબા સમય સુધી માઇક્રોવેવમાં રાંધેલો ખોરાક ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
પાચન સબંધી સમસ્યા : માઈક્રોવેવમાં ખોરાક ગરમ કરવાથી પણ ખોરાકમાં કેટલાક ફેરફારો થાય છે, જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય વારંવાર અને નિયમિત રીતે આમ કરવાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સરનો પણ ખતરો રહે છે.
કેન્સરનો ડર : કેટલાક લોકો માઇક્રોવેવ્સમાંથી ઉત્સર્જિત રેડિયેશન વિશે ચિંતિત છે. જો કે, વૈજ્ઞાનિક પુરાવા સૂચવે છે કે માઇક્રોવેવમાંથી રેડિયેશન સલામત છે અને કેન્સર સાથે સીધું જોડાયેલું નથી, જો કે માઇક્રોવેવ ઓવન યોગ્ય રીતે અને સારી સ્થિતિમાં કામ કરી રહ્યું હોય તો. આથી જો માઈક્રોવેવ ખરાબ થઈ જાય તો તેનો તરત જ બંધ કરી દેજો.
પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ : જો તમે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક ગરમ કરો છો, તો તે નુકસાનકારક બની શકે છે. કેટલાક પ્લાસ્ટિક જ્યારે ગરમ થાય ત્યારે હાનિકારક રસાયણો છોડે છે, જે ખોરાકમાં પ્રવેશી શકે છે અને આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે.
આગનું જોખમ : જો માઇક્રોવેવમાં ધાતુના વાસણો અથવા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, તો તે સ્પાર્કિંગનું કારણ બની શકે છે, જે આગનું જોખમ બની શકે છે.
ધ્યાન રાખવા જેવી બાબતો : માઇક્રોવેવમાં પાણી અથવા અન્ય પ્રવાહીને ગરમ કરશો નહીં. નિર્ધારિત સમય કરતાં ખોરાક વધુ ગરમ ન કરો, કારણ કે વધુ ગરમ થતા પોષક તત્વોનો નાશ કરશે.