Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનમાં પૂરે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત, જુઓ Photos

આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી ગામડાઓ તબાહ થયા છે. શુક્રવારથી દેશમાં આવેલા પૂરના કારણે સ્થિતિ વણસી રહી છે. મીડિયા અહેવાલ મુજબ પૂરમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

| Updated on: May 13, 2024 | 4:32 PM
આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારથી દેશમાં આવેલા પૂરના કારણે સ્થિતિ વણસી રહી છે.

1 / 6
પૂરના પાણીએ એટલો બધો વિનાશ કર્યો છે કે ગામડાઓ અને શહેરોમાં ખેતરો, રસ્તાઓ, મકાનો ધોવાઈ ગયા છે અને પાક નાશ પામ્યો છે. અફઘાનિસ્તાનના બદખ્શાન, ઘોર, બગલાન અને હેરાત જેવા વિસ્તારો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

2 / 6
મીડિયા અહેવાલ મુજબ પૂરમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના જીવ ગયા છે. ઘણી આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓ અને સેવાકીય ગ્રુપો અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ, ખોરાક, સલામતી અને ઈમરજન્સી કીટ વગેરે જેવી રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે.

3 / 6
પૂરના કારણે બાગલાન વિસ્તારના પાંચ જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અચાનક પૂરના કારણે ગામડાઓ તબાહ થયા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને પશુઓ મોતને ભેટ્યા છે.

4 / 6
પૂરમાં એક હજારથી વધુ ઘરો, હજારો હેક્ટર ખેતીની જમીનને નુકશાન થયું છે. ઘણા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે ટ્રકો પહોંચવી મુશ્કેલ બની ગઈ છે.

5 / 6
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને સભ્ય દેશો અને વિશ્વના અન્ય દેશોને અફઘાનિસ્તાનમાં પૂરથી અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ કરવા વિનંતી કરી છે. આ સિવાય અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ ​​પણ અચાનક પૂરથી પ્રભાવિત પીડિતો માટે માનવીય સહાયની માંગ કરી છે. (Image : PTI)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">