27.3.2025

Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં  ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો

Image -  Soical media 

ઘરે ફુદીનાનો છોડ ઉગાડવો ખૂબ જ સરળ છે.

ફુદીનો ઉગાડવા માટે આશરે 6-8 ઇંચ પહોળું કૂંડુ લો.

કૂંડામાં સારી ગુણવત્તાની માટી ભરી લો. તેમાં કોકોપીટ અને કમ્પોસ્ટ ભેળવી નાખી મિક્સ કરો.

ફુદીનાના છોડને કટીંગ મારફતે રોપવો હોય તો નર્સરીમાંથી છોડ ખરીદી શકો છો.

હવે આ છોડને કૂંડામાં 2 -3 ઈંચ ઉંડાઈએ રોપો. ત્યારબાદ ફરી તેના પર માટી નાખી દો.

ફુદીનાના છોડને લીલો રાખવા માટે વધારે પાણીની જરૂર પડતી નથી.

ફુદીનાને વધારે સૂર્યપ્રકાશની જરૂર નથી, દિવસમાં માત્ર 6 થી 8 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ

હવે ફુદીનાનો છોડ થોડા જ દિવસમાં તૈયાર થઈ જશે.