SRH vs LSG IPL 2025 : લખનૌ સુપર જાયન્ટસે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું, LSGની આ સિઝનની પહેલી જીત
આજે 27 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 27 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
LSGની પહેલી જીત
લખનૌ સુપર જાયન્ટસે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું, LSGની આ સિઝનની પહેલી જીત
-
રિષભ પંત 15 રન બનાવી આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, રિષભ પંત 15 રન બનાવી આઉટ
-
-
આયુષ બદોની સસ્તામાં આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સને ચોથો ઝટકો, આયુષ બદોની સસ્તામાં આઉટ
-
માર્શ ફિફ્ટી ફટકારી આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, મિચેલ માર્શની દમદાર ફિફ્ટી ફટકારી આઉટ, પેટ કમિન્સે લીધી બીજી વિકેટ
-
પૂરન 70 રન બનાવી આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો, નિકોલસ પૂરન 26 બોલમાં 70 રન બનાવી થયો આઉટ, પેટ કમિન્સે લીધી વિકેટ
-
-
લખનૌનો સ્કોર 100 ને પાર
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 100 ને પાર, પૂરનની આક્રમક ફિફ્ટી, માર્શની ફટકાબાજી
-
નિકોલસ પૂરનની આક્રમક ફિફ્ટી
નિકોલસ પૂરને શાનદાર સિક્સર ફટકારી ફિફ્ટી પૂરી કરી, માત્ર 18 બોલમાં અર્ધ સદી પૂરી કરી, સતત બે બોલમાં બે સિક્સર ફટકારી
-
પાવરપ્લે બાદ LSG 77-1
પાવરપ્લે બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 77-1, પૂરનની જોરદાર ફટકાબાજી
-
લખનૌને જીતવા 191 નો ટાર્ગેટ
સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને જીતવા 191 રનનો આપ્યો ટાર્ગેટ
-
કમિન્સ ક્લીન બોલ્ડ
ત્રણ સિક્સર ફટકારી કેપ્ટન પેટ કમિન્સ આઉટ, અવેશ ખાને કર્યો ક્લીન બોલ્ડ
-
શાર્દૂલ ઠાકુરને ત્રીજી સફળતા
સનરાઈઝર્સ હૈદરાબાદે સાતમી વિકેટ ગુમાવી, શાર્દૂલ ઠાકુરને ત્રીજી સફળતા
-
હૈદરાબાદની અડધી ટીમ પોવેલિયન ભેગી
સનરાઈઝર્સ હૈદરાબાદની અડધી ટીમ પોવેલિયન ભેગી, નીતિશ રેડ્ડી 32 રન બનાવી આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ
-
ટ્રેવિસ હેડ 47 રન બનાવી આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને ત્રીજો ઝટકો, ટ્રેવિસ હેડ 47 રન બનાવી થયો આઉટ, પ્રિન્સ યાદવે લીધી વિકેટ,
-
પૂરને ટ્રેવિસ હેડનો કેચ ડ્રોપ કર્યો
રવિ બિશ્નોઈની બોલિંગમાં નિકોલસ પૂરને ટ્રેવિસ હેડનો કેચ ડ્રોપ કર્યો, હેડ 35 પર હતો જ્યારે કેચ છોડ્યો. પુરને મોટી ભૂલ કરી, લખનૌને આ કેચ ડ્રોપ ભારે પડશે.
-
SRHનો સ્કોર 50 ને પાર
સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 50 ને પાર, હેડ-રેડ્ડીની મજબૂત બેટિંગ
-
ઈશાન કિશન 0 પર આઉટ
હૈદરાબાદને બે બોલમાં બે ઝટકા, અભિષેક શર્મા બાદ ઈશાન કિશન 0 પર આઉટ, શાર્દૂલ ઠાકુરની કમાલ બોલિંગ
-
હૈદરાબાદને પહેલો ઝટકો, અભિષેક શર્મા માત્ર 6 રન બનાવી આઉટ
હૈદરાબાદને પહેલો ઝટકો, અભિષેક શર્મા માત્ર 6 રન બનાવી આઉટ, શાર્દૂલ ઠાકુરે અભિષેક શર્માને સસ્તામાં કર્યો આઉટ
-
SRH પ્લેઈંગ 11
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.
-
LSG પ્લેઈંગ 11
એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન), ડેવિડ મિલર, આયુષ બદોની, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, અવેશ ખાન.
-
લખનૌએ ટોસ જીત્યો
લખનૌએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, હૈદરાબાદ બેટિંગ ફર્સ્ટ
-
કઠુઆ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે આ અથડામણમાં 3 સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.
-
અમદાવાદના બાવળાની કંપનીમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા બે કામદારના મોત
અમદાવાદ બાવળાની કંપનીમાં બે કામદારના મોત થયા છે. શ્રી કેમિકલ નામની કંપનીની ઘટના બની છે. કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા બે કામદારના મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઝેરી ગળતરની અસરથી મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. બન્ને કામદારોના સારવાર મળે તે પહેલા મોત થયા છે. બાવળા પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
-
નવસારી દુધિયા તળાવ પાસે બનેલ 100 દુકાનને મહાનગરપાલિકાએ ફટકારી નોટિસ
નવસારી મહાનગરપાલિકાએ, દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી મુખ્ય શાકમાર્કેટના 100થી વધુ વેપારીઓને નોટિસ પાઠવી છે. આ વેપારીઓએ શાકભાજી વેચાણ કરવા માટે મળેલી દુકાનોમાં અન્ય પ્રકારના વ્યવસાયો, જેમ કે કટલરી, કપડાં અને જ્વેલરીનો વેપાર શરૂ કર્યો હતો. આ મુદ્દાને કારણે હવે આ મામલો રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે. દુકાનનો હેતુફેર મોટા માથાના આર્શિવાદ વિના શક્ય નથી તેમ કહેવાઈ રહ્યું છે.
-
વડોદરાના મેયરને વહીવટીતંત્ર ગણકારતુ નથી, અવગણના કરાતી હોવાનો આક્ષેપ
વડોદરાના મેયર પિન્કીબેન સોનીને વહીવટીતંત્ર ગણકારતુ નથી, તેમની અવગણના કરાતી હોવાનો ખુદ મેયરે આક્ષેપ કર્યો છે. ગઈકાલે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટેના કામ અંગે વિઝિટ કરવાનો કાર્યક્રમ મેયર ઓફિસથી રાખ્યો હતો. મારા પહેલા મ્યુનિ કમિશનર અને સ્થાયી ચેરમેન ઉપસ્થિત હતા તેમ તેમણે જણાવ્યું હતું. આ મુલાકાતમાં મ્યુનિસિપલ કમિશનરે મારી સાથે વાત કરવાનું ટાળ્યું છે. પ્રોજેક્ટ અધિકારી મોબાઈલમાં કામગીરીનો મેસેજ મોકલી દેશે તેવો જવાબ આપ્યો છે. બંને ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીના તટ પર વિપક્ષ નેતાને લઈને વિઝિટ કરવા પહોચ્યા હતા. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરના ખાતમુહર્ત કાર્યક્રમની મને જાણકારી પણ આપવામાં આવી નહોતી.
-
સરકારે કુલ 471 અધિકારી કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા લીધા
વર્ષ 2023 દરમિયાન, ગુજરાત સરકારે કુલ 471 અધિકારી કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા લીધા છે. તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે શિક્ષાત્મક પગલા લીધા છે. વર્ગ 1ના કુલ 108 અધિકારીઓ સામે લેવાયા શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે. તો વર્ગ 2ના કુલ 190 અધિકારીઓ સામે, તકેદારી આયોગ સુચવેલા શિક્ષાત્મક પગલા લેવાયા છે. વર્ગ 3ના કુલ 167 કર્મચારીઓ સામે લેવાયા શિક્ષાત્મક પગલા છે. વર્ગ 1ના 6, વર્ગ 2ના 9 અને વર્ગ 3ના 7 અધિકારી – કર્મચારીઓ સામે ફરજ મોકૂફી અથવા સસ્પેન્શન જેવી કાર્યવાહી કરાઈ છે. વર્ગ 1ના 73, વર્ગ 2ના 119 અને વર્ગ 3ના 85 અધિકારી – કર્મચારીઓ સામે પેન્શન કાપની કાર્યવાહી કરાઈ છે. વર્ગ 1ના 29, વર્ગ 2ના 62 અને વર્ગ 3ના 75 અધિકારી – કર્મચારીઓને નાની સજા કરવામાં આવી છે.
-
વિધાનસભાના અધ્યક્ષ પાસે આવી અપેક્ષા નહોતી, આદિવાસી કલાકારોને ના બોલાવાતા ચૈતર વસાવાએ લગાવ્યો આરોપ
ગાંધીનગર વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવાના વિવાદમાં નવો ફણગો ફૂટ્યો છે. આદિવાસી સમુદાયના કલાકારોને આમંત્રિત ના કરાયા હોવાનો આરોપ લાગ્યો છે. આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય, ચેતર વસાવાએ, આ બાબતે દુઃખ વ્યક્ત કર્યુ છે. ચૈતર વસાવાએ, આદિવાસી સમુદાયનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ આવું કરશે તેવી અપેક્ષા ન હતી, ગુજરાતમાં 25 ટકા વસ્તી આદિવાસી સમાજની છે આમ છતા, આદિવાસી સમાજના કલાકારોને ના બોલાવ્યા તેનું મને દુઃખ છે તેમ ચૈતર વાસાવાએ જણાવ્યું હતું.
-
દિલીપ સંઘાણીનો ઘટસ્ફોટ- મારે હાઈકોર્ટના જજ સામે કેસ કરવો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાં જતા હોવાથી માંડી વાળ્યું
ફિસરીશ કૌભાંડ મામલે ક્લિનચીટ મળ્યા બાદ, સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મોટો ઘડાકો કર્યો છે. તેમણે કહ્યું કે મને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય ના મળ્યો, સુપ્રીમ કોર્ટેમાંથી મળ્યો. મારી સામેના કેસમાં ચાર્જશીટ થઈ ત્યા સુધી મારુ નામ નહોતું. પાછળથી નામ ઉમેરવામાં આવ્યુ હતું. આ અંગે તપાસનીશ આઈપીએસ અધિકારીઓ અને 40 સાક્ષીઓએ મારી કોઈ ભૂમિકા ના હોવાનું જાહેર કર્યું હતું આમ છતા હાઈકોર્ટે મને સાંભળ્યો નહતો. તમામ સરકારી વકીલની વાત મારા તરફેણમાં હતી, તેમ છતાં ન્યાયતંત્ર દ્વારા વિરોધાભાસી કામ કરવામાં આવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું છે કે, હાઇકોર્ટના ન્યાયાધીશ પર કેસ કરવા માટે મે કાયદાકીય સલાહ લીધી હતી, પરંતુ લોકોએ મને આમ કરવાની ના પાડી હતી. ગુજરાતના ન્યાયાધીશ સુપ્રિમકોર્ટમાં જવાના છે ત્યારે કેસ કરવો યોગ્ય નહીં ગણાય તેમ સમજાવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં, ગુજરાત હાઇકોર્ટ અને નીચલી અદાલતની ટીકા કરવામાં આવી હોવાની પણ દિલીપ સંઘાણીએ વાત કરી હતી.
-
વલસાડ: ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યાની ઘટના
વલસાડ: ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યાની ઘટના બની છે. સોળસુંબા ગામે પરિવારે સામૂહિક આપઘાત કર્યો. બાળક સહિત પતિ-પત્નીએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે. આપઘાત કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે. ઉંમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
-
અમદાવાદઃ ફરી એકવાર લિફ્ટમાં ફસાયા રહીશો
અમદાવાદઃ સાબરમતી વિસ્તારમાં આદિત્ય એવન્યુ બિલ્ડિંગમાં રહીશો લિફ્ટમાં ફસાયા. ફાયર વિભાગે ચારે લોકોનું રેસ્ક્યૂ કર્યુ. ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું.
-
સુરતમાં કરોડોના GST કૌભાંડ કેસમાં ફરાર આરોપીની ધરપકડ
સુરત: 1814 કરોડનાં GST કૌભાંડના કેસમાં ફરાર આરોપી મોહંમદ સુલતાન કાપડીયાની ઇકો સેલે ધરપકડ કરી છે. મુંબઇનાં મીરા રોડ વિસ્તારમાંથી બાતમીના આધારે આરોપી ઝડપાયો છે. કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીએ 145 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી. બોગસ પેઢીઓનાં નામે ભાડા કરાર અને ખોટા દસ્તાવેજો ઉભા કરાયા.
-
વડોદરાઃ PF ઓફિસના લાંચીયા અધિકારીના ઘરે ACBનું સર્ચ
વડોદરાઃ PF ઓફિસના લાંચીયા અધિકારીના ઘરે ACBનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. અધિકારી બિનોદ શર્માના ઘરેથી 2 લાખની રોકડ મળી. ACB હવે બિનોદ શર્માના બેન્ક ખાતાઓની તપાસ કરશે. અન્ય કંપનીઓને આપેલા મેમોની પણ તપાસ થશે. PF ઇન્સ્પેક્ટર 40 હજારની લાંચ લેતા ઝડપાયા હતો
-
મહેસાણાઃ નંદાસણ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
મહેસાણાઃ નંદાસણ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ-મહેસાણા હાઇ-વે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રકની પાછળ અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળ્યો. કારમાં સવાર 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
-
બનાસકાંઠા: અસામાજિત તત્વો સામે થરાદ પોલીસની કાર્યવાહી
બનાસકાંઠા: અસામાજિત તત્વો સામે થરાદ પોલીસે કાર્યવાહી કરી છે. થરાદ મુખ્ય બજારમાં મારામારી કરનાર 4 ઝડપાયા છે. 2 દિવસ અગાઉ આરોપીઓએ બબાલ કરી હતી. વિસ્તારમાં રોફ જમાવવાના ઉદ્દેશ સાથે મારામારી કરી હતી. અગાઉની ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીઓને સ્થળ પર લઇ જઇ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.
-
વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે રાજ્યના કલાકારો વિધાનસભાની મુલાકાત લેશે
વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે રાજ્યના કલાકારો વિધાનસભાની મુલાકાત લેશે. ગઈ કાલે ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓએ વિધાનસભાની મુલાકાત લીધી હતી. ત્યારે આજે રંગમંચ સાથે જોડાયેલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી નિહાળશે. ગઈ કાલે વિધાનસભા અધ્યક્ષે ગુજરાતી ફિલ્મના કલાકારોને આમંત્રિત કર્યા હતા. અધ્યક્ષે આ કલાકારોનું સન્માન પણ કર્યું હતું. અહીં સિદ્ધાર્થ રાંદેરિયા, હિતેન કુમાર, મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા, આરોહી પટેલ સહિત તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓ હાજર રહી હતી.
-
ભાવનગર : સિહોરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત
ભાવનગર : સિહોરમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે. ઇનાયત નામના યુવકે ગૌતમેશ્વર તળાવમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી. વ્યાજખોરો સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ છે. વ્યાજખોરો સામે પગલાં લેવા મૃતકના પરિવારજનોની માગ છે. સિહોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
સિવિલ હોસ્પિટલમાં યુવકને નગ્ન કરી મરાયો માર
અમદાવાદઃ છેડતીબાજ યુવકને તાલિબાની સજા મળી છે. સિવિલ હોસ્પિટલમાં યુવકને નગ્ન કરી માર મરાયો. જાહેરમાં કપડા ઉતારી યુવકને મેથીપાક ચખાડ્યો. લોકોએ છેડતીબાજ યુવકને શાહીબાગ પોલીસને સોંપ્યો. યુવક પર મહિલાની છેડતી કરવાનો ગંભીર આરોપ લાગ્યો, યુવકને તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો.
-
અમદાવાદઃ પનીર વિક્રેતાઓ પર તવાઈ
અમદાવાદઃ પનીર વિક્રેતાઓ પર તવાઈ બોલાઇ. મનપાના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. 2 દિવસમાં 263 કિલો પનીરનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે. 3 એકમનો 245 કિલો પનીરનો જથ્થો વેચાણ અર્થે સ્થગિત કરાયો. હાથીજણનું વસંતીબેન મહિલા ગૃહઉદ્યોગ સિલ કરાયું. લાઇસન્સ ન હોવાથી અને અનહાઇજેનિક કન્ડિશન હોવાના કારણે કાર્યવાહી હાથ ધરાઇ.
Published On - Mar 27,2025 7:23 AM





