Kheda : નડિયાદની એક કંપનીમાંથી ઝડપાયું 3100 કિલો ભેળસેળયુક્ત ઘી, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. ત્યારે બનાસકાંઠામાં ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે. ખેડાના નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ખેડાના નડિયાદ ખાતે આવેલા ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટમાં તપાસ હાથ ધરવામાં આવતા ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા છે. નકલી વકિલ, નકલી જજ, નકલી પોલીસ, નકલી ધારાસભ્ય, નકલી સચિવ સાથે નકલી તબીબો પણ મળી આવવાના કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે બનાસકાંઠામાં ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે. ખેડાના નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું છે.
આ વેપારી અગાઉ ફટકારાયો હતો 2 લાખનો દંડ
ખેડાના નડિયાદ ખાતે આવેલા ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટમાં તપાસ હાથ ધરવામાં આવતા ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું છે. ભેળસેળિયું 8.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. બટર ઓઈલ અને ઘીના ફ્લેવરનો ઉપયોગ કરવાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા છે. પેઢીનું લાઈસન્સ તાત્કાલિક ધોરણે રદ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ વેપારી પર અગાઉ પણ અન્ય કેસમાં 2 લાખનો દંડ થયો હતો.
નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ઉલ્લેખનીય છે કે ખેડામાં આ અગાઉ પણ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ઝડપાયા હતા. ત્યારે વધુ એક વાર ભેળસેળયુક્ત ઘી ઝડપાતા અનેક સવાલો ઉભા થાય છે. નડીયાદમાંથી 3100 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર બટર ઓઈલ અને ઘીના ફ્લેવરનો ઉપયોગ કરવાની આશંકાએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અધધ ભેળસેળયુક્ત ઘી ઝડપાતા પેઢીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.