આજનું હવામાન : ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. જો કે 2 દિવસની રાહત બાદ અંગ દઝાડતી ગરમી નાગરિકોની મુશ્કેલી વધારશે. હવામાન વિભાગનો દાવો છે કે 2 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થઈ શકે છે. હાલની સ્થિતિએ અમદાવાદ, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમમાં પવનની દિશા રહેશે. તો 41.5 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.
રાજ્યમાં કેટલું તાપમાન રહેશે
ગુજરાતના અનેક જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ, જુનાગઢ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ડાંગ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.