અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન એ દક્ષિણ એશિયા સ્થિત એક દેશ છે, જે ચીન, ઈરાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદે આવેલ છે. પૂર્વ અને દક્ષિણમાં પાકિસ્તાન, પશ્ચિમમાં ઈરાન, ઉત્તરપશ્ચિમમાં તુર્કમેનિસ્તાન, ઉત્તરમાં ઉઝબેકિસ્તાન, ઉત્તરપૂર્વમાં તાજિકિસ્તાન અને ઉત્તરપૂર્વમાં ચીન આવેલ છે.
અફઘાનિસ્તાનની જમીન મેદાની અને પર્વતીય છે. હિંદુ કુશ પર્વતો અફઘાનિસ્તાનના ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ ફેલાયેલ છે અને અફઘાનિસ્તાનના ઉત્તરીય પ્રાંતોને, દેશના બાકીના ભાગોથી વિભાજિત કરે છે.
કાબુલ દેશનું સૌથી મોટું શહેર છે અને તેની રાજધાની તરીકે કાર્યરત છે. મૌર્ય સામ્રાજ્ય વખતે અફઘાનિસ્તાન પર ભારતની આણ પ્રવર્તતી હતી. વિવિધ સમયગાળા દરમિયાન અફઘાનિસ્તાનમાં પારસી ધર્મ, બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મના લોકો હતા બાદમાં અફઘાનિસ્તાનને ઈસ્લામનું કેન્દ્ર બન્યું છે.