Potato Chips Recipe: વ્રતમાં ખવાય તેવી બટાકાની વેફર્સ ઘરે જ બનાવો, જાણો સંપૂર્ણ રેસિપી
મોટાભાગના લોકો વ્રત, ઉપવાસ કરતા હોય છે. વ્રતમાં ખાવામાં આવતી બટાકાની વેફર્સને સરળતાથી ઘરે બનાવી શકાય છે. બટાકાની વેફર્સ નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો સૌને પસંદ આવતી વસ્તુ છે.

બટાકાની વેફર્સ બનાવવા માટે બટાકા,મીઠું, પાણી સહિતની સામગ્રીની જરુર પડશે. હવે સારી ગુણવત્તાવાળી વેફર્સ બનાવવાના બટાકા લઈ તેને પાણીથી સાફ કરી લો.

હવે બટાકાની છાલ કાઢી તેને પાણીમાં મુકી દો. જેથી બટાકા કાળા ન પડી જાય. બધા બટાકાની છાલ કાઢી લો. ત્યારબાદ બટાકાને મશીનની મદદથી પાતળી સ્લાઈસ બનાવી લો. તમે ઈચ્છો તો બટાકાની ક્રોસવાળી અથવા અલગ અલગ ડિઝાઈનની વેફર્સ બનાવી શકો છો.

ગેસ પર મોટા વાસણમાં પાણી ઉકળવા મુકો. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેમાં બટાકાની સ્લાઈસ ઉમેરો. હવે બરાબર બટાકાની સ્લાઈસ બફાઈ જાય પછી તેને બહાર કાઢી લો.

આ સ્લાઈસને પંખા નીચે એક એક છુટી પાડીને સુકવી લો. જો આમ ન કરવુ હોય તો તમે તેને કોટનના કાપડ પર તડકામાં પણ સુકવી શકો છો.

હવે એકદમ સુકાઈ ગયા પછી તેને સરસ રીતે પેક કરીને સ્ટોર કરી શકો છો. તેમજ ઉપવાસમાં કે નાસ્તામાં પણ તમે તળીને ખાઈ શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































