2500th Test Match: 146 વર્ષ, 2500 ટેસ્ટ મેચ….જાણો ટેસ્ટ મેચ ક્રિકેટ ફોર્મેટના રસપ્રદ આંકડાઓ
2500th test Match : ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટના હાલમાં 146 વર્ષ પૂર્ણ થયા છે. તેની સાથે સાથે હાલમાં 2500મી ટેસ્ટ મેચ પણ રમાઈ રહી છે. ચાલો જાણીએ ટેસ્ટ મેચ ક્રિકેટ ફોર્મેટના કેટલાક રસપ્રદ આંકડાઓ.

વર્ષ 1877માં 15 થી 19 માર્ચ વચ્ચે ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ટેસ્ટે મેચ રમાઈ હતી. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 45 રનથી વિજય થયો હતો. આ મેચના 146 વર્ષ બાદ આજે 2500મી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે.

સચિન તેંડુલકર આ ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો છે. તેણે પોતાના કરિયરમાં 15,921 રન બનાવ્યા હતા. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીઓમાં સૌથી ટોપ પર છે.

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી છે. તેણે પોતાના કરિયરમાં 800 ટેસ્ટ વિકેટ લીધી છે.

દક્ષિણ આફ્રિકાનાના ગ્રીમ સ્મિથએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે મેચમાં કેપ્ટનશિપ કરી છે. તેણે કુલ 109 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી હતી.

છેલ્લા 146 વર્ષમાં રમાયેલી 2499 ટેસ્ટ મેચમાં કુલ 24,73, 523 રન બન્યા છે. 2499 મેચમાં કુલ 51,39,301 બોલ ફેંકવામાં આવ્યા છે. કુલ 77,314 વિકેટ પડી છે. 4,390 સેન્ચુરીઓ ફટકારવામાં આવી છે. 10,731 ફિફટી, 45,578 કેચ, 1,532 સ્ટમ્પિંગ, 3,184 વાર 5 વિકેટ અને 1,39,061 એકસ્ટ્રા રન બન્યા છે. હમણા સુધી 1,711 મેચના પરિણામો આવ્યા છે અને બાકીની મેચના પરિણામ ડ્રો રહ્યાં છે.