Mahisagar : લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ, સમગ્ર વિસ્તારમાં છવાયો અંધારપટ, જુઓ Video

Mahisagar : લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ, સમગ્ર વિસ્તારમાં છવાયો અંધારપટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2025 | 2:39 PM

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વીજ પોલ પર આગ લાગવાની ઘટના બની છે. લુણાવાડા ઈન્દિરા મેદાનમાં ફન ફેર બહાર જ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાથી મેળામાં અંધારપટ છવાયો હતો.

ફન ફેરમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે વીજ પોલ પર આગ લાગવાની ઘટના બની હતી. અંધારપટ છવાતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ દુર્ઘટના બની ન હતી. શોર્ટ સર્કિટના કારણે વીજપોલ પર આગ લાગવાની સંભાવના છે. લુણાવાડા ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે.

સુરતમાં ચપ્પલના ગોડાઉનમાં લાગી આગ

બીજી તરફ સુરતમાં ઝાંપા બજારમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. મોડી રાત્રે ચપ્પલના બંધ ગોડાઉનમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. ફાયર વિભાગ દ્વારા 2 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો છે. ભીષણ આગ લાગતા ગોડાઉનમાં ભારે નુકસાન થયું છે.

Published on: Jan 12, 2025 02:38 PM
g clip-path="url(#clip0_868_265)">