બનાસકાંઠાના વિભાજન મામલે સાંસદ ગેનીબેનના પ્રહાર, કહ્યું- એક વ્યક્તિના અહમને લીધે લેવાયો આ નિર્ણય

બનાસકાંઠાના વિભાજન મામલે સાંસદ ગેનીબેનના પ્રહાર, કહ્યું- એક વ્યક્તિના અહમને લીધે લેવાયો આ નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2025 | 6:06 PM

સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, એક વ્યક્તિના અહમને લીધે આ નિર્ણય લેવાયો છે. તમામ લોકોનો અભિપ્રાય લીધો હોત તો વિરોધ ન થયો હોત. સાંસદ ગેનીબેન ઠાકોરે ધરણા સ્થળની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઓગડ જિલ્લા સંકલન સમિતિએ ઓગડને અલગ જિલ્લો જાહેર કરવા અંગે ગેનીબેન ઠાકોરને રજૂઆત કરી હતી.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અલગ વાવ-થરાદ જિલ્લો બનાવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે. દિયોદર અને ધાનેરામાં લોકો બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે દિયોદરમાં સ્થાનિકોએ ધરણાં કાર્યક્રમ યોજીને બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કર્યો અને ઓગડ જિલ્લાની માગણી કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, એક વ્યક્તિના અહમને લીધે આ નિર્ણય લેવાયો છે. તમામ લોકોનો અભિપ્રાય લીધો હોત તો વિરોધ ન થયો હોત. સાંસદ ગેનીબેન ઠાકોરે ધરણા સ્થળની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઓગડ જિલ્લા સંકલન સમિતિએ ઓગડને અલગ જિલ્લો જાહેર કરવા અંગે ગેનીબેન ઠાકોરને રજૂઆત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">