Breaking News : સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં ડૂબેલા બાળકનું મોત, જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશનના બાંધકામ સ્થળે એક બાળક પાણીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું છે. બાળક અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે રમી રહ્યો હતો અને અકસ્માતે ટાંકીમાં પડી ગયો હતો.
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશન બાંધકામ સાઈટ પર પાણીમાં પડી જવાથી બાળકનું મોત થયું છે. પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો. ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે બાળક રમી રહ્યો હતો. રમતા રમતા બાળક પાણીમાં પડી જતા લોકો દોડી આવ્યા. બાળકને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા.
બાળકને સારવાર મળે તે પહેલા તબીબે મૃતક જાહેર કર્યો. અંડરગ્રાઉન્ડ ટાંકી ખુલ્લી હોવાથી બાળકનું પડી જવાથી મોત નિપજ્યું. રેલવે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા દીવાલ નહિ હોવાથી બાળક ત્યાં પહોંચ્યો હતો. રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાના પરિવારના આરોપ છે. ઉધના રેલવે પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
