બેટ દ્વારકામાં સતત બીજા દિવસે હાથ ધરાયુ મેગા ડિમોલિશન, હજુ 72 કલાક ચાલશે કામગીરી
બેટ દ્વારકામાં સતત બીજા દિવસે મેગા ડીમોલિશનની કામગીરી હાથ ધરાઈ. હજુ પણ આગામી 3 દિવસ સુધી આ કામગીરી યથાવત્ રહી શકે છે. આસ્થાના કેન્દ્રમાં અતિક્રમણ સામે સરકારે સૌથી કડક એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. જમીન દબાણ મુક્ત થયા બાદ અહીં ભક્તો માટે નવી સુવિધાઓ ઉભા કરાશે.
શ્રીકૃષ્ણની ભૂમિ ગેરકાયદે બાંધકામ પર સતત ચાલી રહ્યું છે બુલડોઝર. અનેક ગેરકાયદે સ્થળો પર બુલડોઝર ફરી વળ્યું છે અને હજુ પણ આગામી 2થી 3 દિવસ સુધી આ કામગીરી યથાવત્ રહેશે. તેવી શકયતાઓ છે શ્રીકૃષ્ણની ભૂમિ પર દબાણ કરી રહેલા લોકોને હવે કોઇ બચાવી નહીં શકે. સરકારે મિશન મોડમાં હવે કામગીરી શરૂ કરી દીધી છે. છેલ્લા અનેક વર્ષોથી લોકોએ ગેરકાયદે રીતે અનેક સરકારી જમીન પચાવી પાડી હતી. ત્યારે હવે સરકારી બુલડોઝર એક એક ગેરકાયદે સંપત્તિને નષ્ટ કરી રહ્યું છે.
સ્થાનિક તંત્રનું માનવું છે કે હજુ પણ આ કામગીરી આગામી 2થી 3 દિવસ સુધી ચાલી શકે છે. જે બાદ આ મેગા ડિમોલિશનની કામગીરી પૂર્ણ થશે. ગેરકાયદે દબાણ દૂર કરવાની આ કામગીરીમાં કોઇ વિઘ્ન ના આવે. તે માટે પોલીસના 1000 હજાર ખડેપગે છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં. ડ્રોન કેમેરાથી પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. દ્વારકામાં થઇ રહેલા મેગા ડિમોલિશનને સાધુ સમાજ પણ આવકારી રહ્યા છે.
હજુ પણ આગામી દિવસોમાં આ મેગા ડિમોલિશનની કામગીરી થશે અને પછી દ્વારકામાં સૌથી ભવ્ય કોરિડોર બનાવવામાં આવશે. જેનો લાખો ભક્તો લાભ લઇ શકશે. Input Credit Jay Goswami, Manish Joshi- Dwarka