પુણ્યશ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી સમારોહ સમિતિ તથા સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન, જુઓ Photos 

પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતી નિમિત્તે સોમનાથ મુકામે, 12-01-2025, રવિવારે સવારે, જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકર ત્રિશતાબ્દી સમારોહ સમિતિ તથા સોમનાથ ટ્રસ્ટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

| Updated on: Jan 12, 2025 | 8:53 PM
આ યુવા સંમેલનમાં સમગ્ર ભારત વર્ષમાં થી 500 જેટલા યુવાનો અને યુવતીઓ કે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામ કરી રહ્યા છે, તેઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આ યુવાનો અને યુવતીઓ રમત ગમત, ઉદ્યોગ, પ્રાકૃતિક ખેતી શિક્ષણ, વિજ્ઞાન, રક્ષા વગેરે ક્ષેત્રોમાંથી અપેક્ષિત હતા.

1 / 5
કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈ હોલકરની ડોક્યુમેન્ટરી દર્શન તથા વક્તાઓ દ્વારા દેવી અહલ્યાબાઈના જીવન વિશેની વાત કરવામાં આવી હતી.

2 / 5
મુખ્ય વક્તા ભાગ્યેશ જહાએ (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી, નિવૃત IAS) પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈના ગુણોનું વર્ણન અને અત્યારના આધુનિક સમયમાં એની પ્રાસંગિકતા વિશે વાત કરી.

3 / 5
કાર્યક્રમના અંતે બધા જ વક્તાઓ દ્વારા ઉપસ્થિત યુવાશક્તિને સાંપ્રત સમયમાં મૂંઝવતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી.

4 / 5
કાર્યક્રમ સ્થાન પર ગૌ આધારિત વસ્તુઓનો વિતરણનો સ્ટોલ, સાહિત્યનો સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સેલ્ફી પોઇન્ટ, પ્રદર્શનની વગેરેની ગોઠવણ થઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">