પાકિસ્તાન ક્રિકેટ ટીમ
પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતની જેમ પાકિસ્તાન પણ ICCનું પૂર્ણ સભ્ય છે. આ વિશ્વ ક્રિકેટની સૌથી અનુભવી ટીમોમાંથી એક છે, જેને ત્રણેય ફોર્મેટમાં મેચ રમવાનો ઘણો અનુભવ છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમને મેન ઇન ગ્રીન પણ કહેવામાં આવે છે.