Undhiyu Recipe : ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું ઘરે બનાવવાની સરળ રીત, એક વાર ખાશો તો જીવનભર યાદ રહેશે

ઉત્તરાયણ પર દરેક ગુજરાતીના ઘરે ઊંધિયું બનાવવામાં આવે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવવામાં આવતું હોય છે. પરંતુ ઊંધિયું બનાવવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો સ્વાદિષ્ટ ઊંધિયું ઘરે જ બનાવી શકાય છે. તો આજે સરળ રીતે ઊંધિયું ઘરે કેવી રીતે બનાવી શકાય તે જોઈશું.

| Updated on: Jan 12, 2025 | 11:36 AM
ઊંધિયું બનાવવા માટે લીલી મેથીની ભાજી,મૂઠિયા, મધ્યમ કદના બટાકા, રીંગણ, તુવેરના દાણા, લીલા વટાણા, લીલા ચણા, લીલું લસણ, હિંગ, પાપડી, ખાવાના સોડા, આદુ મરચાની પેસ્ટ, હળદર, મીઠું, ખાંડ, ધાણાજીરું,કોથમીર, તેલ સહિતની વસ્તુઓની જરુર પડશે.

1 / 8
મૂઠિયા બનાવવા માટે લીલી મેથીની ભાજી, ઘઉંનો લોટ, બેસન, મરચાંની પેસ્ટ, હળદર પાઉડર, ખાવાના સોડા, કાશ્મીરી મરચું, ધાણાજીરું, પાણી, મૂઠીયા તળવા માટે તેલની જરુર પડશે.

2 / 8
મૂઠિયા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, મેથીની ભાજી સહિતની વસ્તુઓ ઉમેરો. તેમાં સ્વાદ અનુસાર મીઠું, હીંગ, તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડુ- થોડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો.

3 / 8
મૂઠિયાના લોટમાંથી ગોળ આકારના મૂઠિયા બનાવી ગરમ તેલમાં મધ્યમ આંચ પર બંન્ને બાજુ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મૂઠિયા તળી લો. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા મુકો.

4 / 8
ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં કોથમરી, છીણેલુ નારિયેળ, મીઠં, ખાંડ, લીલુ લસણ, ધાણા પાઉડર, મરચું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, ખાવાના સોડા અને તેલ ઉમેરી મિક્સ કરો.

5 / 8
ઊંધિયામાં નાખવા માટે રતાળુ, બટાકા, સુરણ, શક્કરિયાં સહિતની વસ્તુઓને તળી લો. ધ્યાન રાખો કે શાક વધારે તળાઈ ન જાય નહીંતર દાઝી ગયાનો સ્વાદ આવશે.

6 / 8
હવે એક પેનમાં તેલ ગરમા કરવા મુકો. તેમાં હિંગ, તુવેર દાણા, પાપડી વાલ, લીલા ચણા, અજમો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે પહેલા તૈયાર કરેલો મસાલો ઉમેરો. હવે તેમાં થોડુક પાણી ઉમેરી ધીમી આંચ પર 5 મિનીટ થવા દો.

7 / 8
ત્યારબાદ તળેલા તમામ શાકભાજી અને રીંગણને પેનમાં ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં મૂઠીયા ઉમેરી 5-7 મિનીટ થવા દો. ઊંધિયા પર કોથમીર નાખી તેને ગરમા ગરમ સર્વ કરી શકો છો.

8 / 8

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">