ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA), જે અગાઉ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (ACB) તરીકે ઓળખાતું હતું, તે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે. તે મૂળરૂપે 1905માં ‘ઓસ્ટ્રેલિયન બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ઈન્ટરનેશનલ ક્રિકેટ’ તરીકે રચાયું હતું. CA અન્ય રાષ્ટ્રો સાથે મળીને ટેસ્ટ મેચો, વન-ડે ઈન્ટરનેશનલ અને T20 ઈન્ટરનેશનલના આયોજન અને હોસ્ટિંગ માટે અને ઘરઆંગણાના આંતરરાષ્ટ્રીય ફિક્સરનું આયોજન કરવા માટે પણ જવાબદાર છે.
ઑસ્ટ્રેલિયા ODI ક્રિકેટ ઇતિહાસની સૌથી સફળ ટીમમાંની એક છે, જેણે તેની 60 ટકાથી વધુ મેચ જીતી છે, આ ટીમ આઠવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે અને છ વખત (1987, 1999, 2003, 2007, 2015 અને 2023) વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટીમે T20 ક્રિકેટ વર્લ્ડ કપ (2021) અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2023) પણ જીતી છે.