Mahakumbh 2025: નાગા સાધુ અને અઘોરી બાવામાં શું અંતર હોય છે ?

13 Jan 2025

નાગા સાધુ અને અઘોરી બાબા બંને જોવામાં એક જેવા લાગે છે પરંતુ બંને એકબીજાથી ઘણા જ અલગ હોય છે.

બંને શરીર પર ભસ્મ કે ભભૂતી લગાવે છે. બંનેની જટાઓ એક જેવી જ હોય છે ત્યાં સુધી કે બંનેનો પોષાક પણ એક જેવો જ લાગે છે. 

પરંતુ આજે આપને જણાવશુ કે આખરે નાગા સાધુ અને અઘોરી બાબા, બંનેમાં ફર્ક શું હોય છે.

નાગા સાધુ બનવા માટે એક સાધુને 12 વર્ષ સુધી તપસ્યા કરવાની હોય છે. જ્યારે અઘોરી સ્મશાનમાં વર્ષો સુધી તપસ્યા કરી જીવન વ્યતીત કરે છે.  

નાગા સાધુ ગુરુની સેવા કરી જ્ઞાન પ્રાપ્તિ કરે છે. જ્યારે અઘોરી સ્મશાનમાં મૃતદેહો પાસે બેસી તપ કરે છે. 

મોટાભાગના નાગા સાધુ સાત્વિક આહાર લે છે. શાકાહારી ખોરાક લે છે. જ્યારે અઘોરી બાબા માંસાહારી હોય છે. એવુ મનાય છે કે તેઓ માણસનું માંસ પણ ખાય છે. નરભક્ષી હોય છે.

નાગા સાધુ કપડા વિના દિગંબર અવસ્થામાં રહે છે અથવા તો માત્ર લંગોટ ધારણ કરે છે. જ્યારે અઘોરી ભગવાન શિવની જેમ જ પ્રાણીઓની ખાલથી શરીરના નીચલા હિસ્સાને ઢાંકે છે.

નાગા સાધુ કુંભ મેળામાં સ્નાન કરવાનું ક્યારેય ચૂકતા નથી જ્યારે અઘોરી માત્ર સ્મશાનમાં જ રહે છે. મોટાભાગના તો કોઈને દેખાતા પણ નથી. 

નાગા સાધુ ભગવાનની તપસ્યામાં લોકોની સમસ્યાનું પણ સમાધાન લાવે છે જ્યારે અઘોરી બાવા તાંત્રિક સિદ્ધિથી મનુષ્યની સમસ્યાઓનું નિરાકરણ કરે છે. અઘોરી સ્મશાનમાં ત્રણ પ્રકારની સાધના કરે છે, સ્મશાન સાધના, શબ સાધના અને શિવ સાધના.

નાગા સાધુ અને અઘોરી બંને બ્રહ્મચર્યનું પાલન કરે છે અને આકરુ તપ કરી તેમનુ જીવન વ્યતીત કરે છે.