Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં  કડક કાર્યવાહી, LCBમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, જુઓ Video

Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી, LCBમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2025 | 8:37 AM

અમરેલી લેટરકાન્ડ મામલામાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે. એલસીબીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ એસપીએ આ કાર્યવાહી કરી છે. કિશન આસોદરિયા, વરજાંગ મુળાસિયા અને મહિલા પોલીસકર્મી હીના મેવાડા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લા લેટરકાન્ડમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ જેટલા પોલીસ કર્મચારી છે જે કિશનભાઈ આસોદરિયા, વરજાંગભાઈ મુળાસિયા અને મહિલા પોલીસકર્મી હીના મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. તેમની સામે જિલ્લા પોલીસવડા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની ફરજ દરમિયાન બેદરકારી અને નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરી છે.

પાયલ ગોટી મામલે જે આખી એસઆઈટી ટીમની પણ રચના કરવામાં આવી હતી. જેમાં સિનિયર અધિકારીઓનો તેમાં સમાવેશ થયો હતો. બે મહિલા અધિકારીનો પણ સમાવેશ થયો હતો. જે પ્રકારે પાયલ ગોટીને માર મારવાના કેટલાક આક્ષેપો થયા હતા, સાથે સાથે તેનુ સરઘસ કાઢવામાં આવ્યાનો પણ એક આક્ષેપ હતો, તે મામલે પોલીસકર્મચારીઓની ફરજ દરમિયાન બેદરકારી હોવાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય પોલીસ કર્મી લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફરજ બજાવતા હતા.

મહત્વનું છે કે છેલ્લા 15 દિવસથી રાજ્યમાં પાટીદાર દીકરીના મુદ્દાની ખુબ જ ગૂંજ સંભળાઇ રહી છે…અમરેલી જિલ્લાનું રાજકારણ હાલ આ મુદ્દે સૌથી વધુ ગરમ છે…આમ તો ભાજપના લેટરકાંડથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો…જો કે કોંગ્રેસે આ મુદ્દાને હાઇજેક કરી…પાટીદાર પોલિટિક્સ જ શરૂ કરી દીધું….અને હવે તો પાટીદારની દીકરીને ન્યાય અપાવવા માટે લડત જ શરૂ કરી દીધી છે.

g clip-path="url(#clip0_868_265)">