Karwa chauth Special Sweet Recipe : કરવા ચોથ પર તમારી પત્નીને સ્વાદિષ્ટ દૂધીનો હલવો બનાવીને આપો સરપ્રાઈઝ, જુઓ તસવીરો
કરવા ચોથને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. પત્નિ પોતાના પતિના આયુષ્યની વૃદ્ધી માટે આ વ્રત કરતી હોય છે. ત્યારે પતિ પણ પોતાની પત્નિને નાની મોટી ગિફ્ટ આપતા હોય છે. તો તમે કરવા ચોથ પર દૂધીનો હલવો બનાવીને પત્નિને સરપ્રાઈઝ આપી શકો છો.

દૂધીનો હલવો બનાવવા માટે સૌપ્રથમ દૂધીને છોલીને ધોઈ લો. આ પછી દૂધીને છીણી લો. હવે છીણેલી દૂધીમાંથી વધારાનું પાણી નિચોવી લો. ત્યાર બાદ એક ભારે તળિયાવાળા પેનમાં ઘી ગરમ કરો. તેમાં છીણેલી દૂધીને ઉમેરી મધ્યમ તાપ પર 7-8 મિનિટ સુધી શેકી લો. દૂધીના કાચાપણું દૂર થઈ જશે અને તે આછું સોનેરી થઈ જશે.

દૂધીમાં દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેને ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી દૂધ બળી ન જાય અને દૂધી નરમ ન થઈ જાય.

હવે માવા અને ખાંડ ઉમેરો. સતત હલાવતા રહો જેથી ખાંડ ઓગળી જાય અને હલવાનું મિશ્રણ ઘટ્ટ થઈ જાય. આ મિશ્રણમાં એલચી પાવડર અને નારિયેળની છીણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

હવે હલવાને તેને ત્યાં સુધી પકવવા દો જ્યાં સુધી તે સંપૂર્ણપણે ઘટ્ટ ન થઈ જાય અને પેનની બાજુઓ છોડવાનું શરૂ ન કરે.તેમાં ઘીમાં શેકેલા ડ્રાયફ્રુટ ઉમેરો.

હવે એક પ્લેટ અથવા ટ્રેને ઘીથી ગ્રીસ કરો. તૈયાર હલવાનું મિશ્રણ પ્લેટમાં નાખીને સરખી રીતે ફેલાવો. સેટ થવા માટે 1-2 કલાક માટે છોડી દો.ત્યાર બાદ ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી સર્વ કરી શકો છો.






































































