AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET રજીસ્ટ્રેશનની તારીખ એક સપ્તાહ લંબાવવાની વાલીઓએ કરી માગ, હાઈકોર્ટ જવાની પણ બતાવી તૈયારી

રાજ્યમાં NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશનને લઈને વિવાદ થયો છે. રજિસ્ટ્રેશનની તારીખ ચુકી ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ તારીખ લંબાવવાની માગ કરી છે. તારીખ ચુકી જવા પાછળ વાલીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અને NEET રજીસ્ટ્રેશન એક સાથે આવી જવાનું કારણ આપ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2025 | 7:42 PM
Share

મેડિકલ અને ડેન્ટલ અભ્યાસ માટેની NEET (National Eligibility cum Entrance Test) પરીક્ષા 4 મે, 2025ના રોજ યોજાવાની છે., અનેક વિદ્યાર્થીઓ હજુ સુધી રજીસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ એક અઠવાડિયા લંબાવવાની માગ ઉઠાવી છે.

ગુજરાત બોર્ડની પરીક્ષા અને NEET રજીસ્ટ્રેશન એક સાથે આવી જતા વિલંબ

NEET માટે 7 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2025 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષા અને NEET રજીસ્ટ્રેશનની મુદત એકસાથે આવી જતાં ઘણી વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શક્યા નથી. તદ્દઉપરાંત, જ્ઞાતિ પ્રમાણપત્ર અને એલીજીબીલીટી સર્ટિફિકેટને લઈને વિધાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આ વર્ષે NTA દ્વારા પ્રથમવાર જ્ઞાતિ પ્રમાણપત્ર અને એલીજીબીલીટી સર્ટિફિકેટ ફરજિયાત રાખવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા લાંબી હોવાથી ઘણા વિધાર્થીઓ પૂરતા દસ્તાવેજ તૈયાર ન કરી શક્યા અને રજીસ્ટ્રેશન છોડવુ પડ્યુ હોવાની દલીલ વાલીઓ કરી રહ્યા છે.

વાલીઓએ NTA સમક્ષ રજીસ્ટ્રેશન પુનઃ ખોલવાની માંગ કરી

વિધાર્થીઓના વાલીઓએ NTA સમક્ષ રજીસ્ટ્રેશનની તારીખ ફરી એક અઠવાડિયા માટે લંબાવવાની વિનંતી કરી છે, જેથી બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરવાની તક મળે. જો NTA દ્વારા રજીસ્ટ્રેશન માટે મુદત ન વધારાય, તો વાલીઓ હાઈકોર્ટમાં અરજી કરવા માટે તૈયારી કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે વિધાર્થીઓની ભવિષ્ય સાથે ન્યાય થવો જોઈએ અને તક મળે તે જરૂરી છે. હવે જોવુ રહ્યુ કે NTA વાલીઓની માગ સ્વીકારશે કે નહીં.

With Input- Narendra Rathod- Ahmdabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">