Greek yogurt recipe : બજાર જેવું જ ઘરે બનાવો અલગ અલગ ફ્લેવરનું ગ્રીક યોગર્ટ, જાણો સંપૂર્ણ રેસિપી
મોટાભાગના લોકો બજારમાંથી ગ્રીક યોગર્ટ લઈને ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે તમે પણ અલગ અલગ પ્રકારનું ગ્રીક યોગર્ટ ઘરે સરળતાથી બનાવી શકો છો. જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે.

આજકાલ સ્વસ્થ ખોરાકના શોખીનો લોકોમાં ગ્રીક યોગર્ટ ખૂબ લોકપ્રિય બન્યું છે. તે માત્ર સ્વાદમાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે પ્રોટીનથી પણ ભરપૂર છે અને પાચન માટે ફાયદાકારક માનવામાં આવે છે.જોકે બજારમાં ઉપલબ્ધ ગ્રીક યોગર્ટ મોંઘુ હોવાની સાથે પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર પણ હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તો તમે ઘરે જ સરળતાથી બનાવો.

ઘરે ગ્રીક યોગર્ટ બનાવવા માટે ફુલ ક્રીમવાળુ દૂધ, દહીં, સુતરાઉ કાપડ સહિતની સામગ્રીની જરુર પડશે. જો તમે અન્ય ફ્લેવરવાળુ પણ ગ્રીક યોગર્ટ બનાવવા માગતા હોવ તો તમે સ્ટોબેરી, કેરી, બ્લુબેરી, ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો છો.

ગ્રીક યોગર્ટ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ફુલક્રીમ વાળુ દૂધ લઈ તેને ઉકાળી લો. ત્યારબાદ તે હુંફાળુ થાય ત્યારે તેમાં 2 ચમચી તાજું દહીં ઉમેરો.

દૂધમાં દહીં ઉમેરી તેને બરાબર મિક્સ કરી દૂધને 6-7 કલાક ગરમ જગ્યાએ રાખો જેથી દહીં જામી જાય.દહીં જામી જાય ત્યારે તેને સુતરાઉ કાપડમાં બાંધીને 4-5 કલાક માટે લટકાવી દો.

હવે તમારુ એક ક્રીમી ગ્રીક યોગર્ટ તૈયાર છે. તમે આમાં ફ્લેવર એડ કરવા માગતા હોવ તો મધ સાથે ફ્રુટનો પ્લપ એડ કરીને બનાવી શકો છો. આ ગ્રીક યોગર્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































