AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગામી પાંચ દિવસ આકરી ગરમી માટે રહેજો તૈયાર, 43 ડિગ્રીને પાર જઈ શકે છે પારો

આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી હાહાકાર મચાવશે. આજથી જ ગરમીના કહેરની શરૂઆત થઇ ગઇ છે. આગામી પાંચ દિવસ સુધી સતત રહેશે ઉનાળાનો પ્રકોપ. હવામાન વિભાગની આગાહી છે કે અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પણ પાર જઇ શકે છે. એટલે આગામી પાંચ દિવસ ગરમીથી સાચવજો નહીં તો ગરમી આપને કરી શકે છે બીમાર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2025 | 9:59 PM
Share

રાજ્યમાં આગામી 24 કલાકમાં જ ગરમીનો વિસ્ફોટ થઇ શકે છે. એક સાથે 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 25 માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 26 માર્ચથી દિવસ-રાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે માર્ચ મહિનાના અંત સુધીમાં ગરમી કહેર મચાવી શકે છે. એટલું જ નહીં 28 માર્ચ બાદ અનેક સ્થળો પર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઇ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ એટલી જ મહત્વની છે. તેઓનું માનવું છે કે રાજ્યવાસીઓએ આકરી ગરમી માટે તૈયાર રહવુ પડશ. રાજ્યમાં 29મી માર્ચથી ગરમીનો પ્રકોપ વધશે, જેમા ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ 40 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.

એટલે આગામી 5 દિવસ સુધી ગરમી કહેર મચાવશે. જે બાદ જો રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. ગરમીથી મળી શકે છે રાહત. પરંતુ હાલ તો આગામી પાંચ દિવસ આકાશથી અગ્નિવર્ષા થતી હોય તેવો અહેસાસ થશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
g clip-path="url(#clip0_868_265)">