Breaking News : MI vs CSK મેચ પહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, છેલ્લી ઘડીએ મેચ રદ થઈ શકે છે!
આઈપીએલ 2025ની ત્રીજી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચે રમાશે. આ મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

આઈપીએલ 2025માં આજે 23 માર્ચના રોજ ડબલ હેડર મેચ છે.પ્રથમ મેચ રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. બંન્ને ટીમ વચ્ચે આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમમાં મેચ રમાશે.

ચાહકો મુંબઈ અને ચેન્નાઈની મેચ જોવા આતુર હોય છે. પરંતુ આ મોટી મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ લીગની સૌથી સફળ ટીમ છે. બંન્ને ટીમે 5-5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

હવામાન અહેવાલ મુજબ, આજે ચેન્નાઈમાં વરસાદની 80% શક્યતા છે. ચેન્નાઈમાં વાવાઝોડું આવી શકે છે. જોકે, મેચ દરમિયાન વરસાદની શક્યતા માત્ર 20 ટકા છે.તાપમાન 27 થી 33 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. જો વરસાદ થાય છે તો મેચ થોડો મોડી શરુ થશે.

ચેન્નાઈ સુપર કિંગ્સના ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો રહ્યો છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાઈ છે.

જેમાં મુંબઈએ 5 મેચ જીતી છે અને CSK ટીમ ફક્ત 3 મેચ જીતી શકી છે. આ ઉપરાંત, બંને ટીમો IPLમાં કુલ 37 વખત એકબીજા સામે ટકરાઈ છે. જેમાંથી 20 મેચ મુંબઈ ટીમે અને 17 મેચ ચેન્નાઈ ટીમે જીતી છે.

આઈપીએલમાં મુબઈનું પલડું ચેન્નાઈ વિરુદ્ધ હંમેશા ભારે રહ્યું છે.તમને જણાવી દઈએ કે, આજે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં નહી પરંતુ સૂર્યકુમાર યાદવના હાથમાં છે.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ IPLમાં મંબઇ ઇન્ડિયન્સ તરફથી 2015માં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે કેકેઆર સામેની 31 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ બાદ સિલેક્ટર્સનું ધ્યાન ખેચ્યું હતું. હાર્દિક પંડ્યાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































