Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 DC vs LSG : ભારે રોમાંચક મેચમાં દિલ્હીએ લખનૌને 1 વિકેટથી હરાવ્યું, આશુતોષ શર્માની વિસ્ફોટક વિજયી ઈનિંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2025 | 11:22 PM

આજે 24  માર્ચને  સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

IPL 2025 DC vs LSG : ભારે રોમાંચક મેચમાં દિલ્હીએ લખનૌને 1 વિકેટથી હરાવ્યું, આશુતોષ શર્માની વિસ્ફોટક વિજયી ઈનિંગ
IPL 2025 DC vs LSG Live

આજે 24  માર્ચને  સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Mar 2025 11:19 PM (IST)

    દિલ્હીએ લખનૌને 1 વિકેટથી હરાવ્યું

    ભારે રોમાંચક મેચમાં દિલ્હીએ લખનૌને 1 વિકેટથી હરાવ્યું, આશુતોષ શર્માની વિસ્ફોટક વિજયી ઈનિંગ, વિજયી સિક્સર ફટકારી અપાવી જીત

  • 24 Mar 2025 11:12 PM (IST)

    આશુતોષની આક્રમક ફિફ્ટી

    ભારે રોમાંચક મોડમાં મેચ, આશુતોષની આક્રમક ફિફ્ટી

  • 24 Mar 2025 11:02 PM (IST)

    સ્ટાર્ક સસ્તામાં આઉટ

    સ્ટાર્ક સસ્તામાં આઉટ, લખનૌ જીતની નજીક, દિલ્હી માટે જીત મુશ્કેલ

  • 24 Mar 2025 10:41 PM (IST)

    સ્ટબ્સ 34 રન બનાવી આઉટ

    ટ્રિસ્ટન સ્ટબ્સ 34 રન બનાવી આઉટ, સિદ્ધાર્થે લીધી વિકેટ

  • 24 Mar 2025 10:09 PM (IST)

    દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી

    દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, ડુ પ્લેસીસ 29 રન બનાવી આઉટ

  • 24 Mar 2025 10:02 PM (IST)

    અક્ષર પટેલ 22 રન બનાવી આઉટ

    દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો, કેપ્ટન અક્ષર પટેલ 22 રન બનાવી થયો આઉટ

  • 24 Mar 2025 09:46 PM (IST)

    દિલ્હીએ બે ઓવરમાં 3 વિકેટ ગુમાવી

    દિલ્હીએ બે ઓવરમાં 3 વિકેટ ગુમાવી, લખનૌની મજબૂત બોલિંગ

  • 24 Mar 2025 09:44 PM (IST)

    શાર્દુલે પહેલી ઓવરમાં મચાવી તબાહી

    શાર્દુલે પહેલી ઓવરમાં જ તબાહી મચાવી, જેક ફ્રેઝર અને પોરેલને આઉટ કર્યા

  • 24 Mar 2025 09:23 PM (IST)

    દિલ્હીને જીતવા 210 રનનો ટાર્ગેટ

    લખનૌએ દિલ્હીને જીતવા 210 રનનો આપ્યો ટાર્ગેટ, માર્શ-પૂરનની આક્રમક ફિફ્ટી, મિલરે અંતિમ ઓવરમાં બે સિક્સર ફટકારી ઈનિંગનો અંત કર્યો.

  • 24 Mar 2025 09:15 PM (IST)

    લખનૌ 200 રનની નજીક

    સ્ટાર્કની એક ઓવરમાં બે વિકેટ, લખનૌ 200 રનની નજીક

  • 24 Mar 2025 09:11 PM (IST)

    શાર્દૂલ ઠાકુર 0 પર આઉટ

    દિલ્હીએ એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી, શાર્દૂલ ઠાકુર ખાતું પણ ખોલી ન શક્યો

  • 24 Mar 2025 08:49 PM (IST)

    પૂરન 75 રન બનાવી આઉટ

    લખનૌને ચોથો ઝટકો, નિકોલસ પૂરન 75 રન બનાવી આઉટ, સ્ટાર્કે કર્યો ક્લીન બોલ્ડ

  • 24 Mar 2025 08:40 PM (IST)

    પંત શૂન્ય પર આઉટ

    કેપ્ટન રિષભ પંત શૂન્ય પર આઉટ, કુલદીપ યાદવે લીધી વિકેટ

  • 24 Mar 2025 08:37 PM (IST)

    નિકોલસ પૂરનની જોરદાર બેટિંગ

    નિકોલસ પૂરનની જોરદાર બેટિંગ, એક ઓવરમાં ફટકાર્યા 28 રન, લખનૌનો સ્કોર 150 ને પાર

  • 24 Mar 2025 08:30 PM (IST)

    મિચેલ માર્શ 72 રન બનાવી આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો, મિચેલ માર્શ 72 રન બનાવી આઉટ, મુકેશ કુમઆરે લીધી વિકેટ, રિષભ પંત ક્રિઝ પર

  • 24 Mar 2025 08:12 PM (IST)

    લખનૌનો સ્કોર 100 ને પાર

    લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 100 રનને પાર, માર્શ-પૂરનની આક્રમક બેટિંગ

  • 24 Mar 2025 08:03 PM (IST)

    ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ હવે રોજ દોડશે

    પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 22484 / 22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના સંચાલન દિવસો લંબાવવામાં આવ્યા છે. આ ટ્રેન હવે પરિવર્તિત સમયની સાથે હવે ત્રિ સાપ્તાહિકના બદલે પ્રતિદિન ચાલશે. ટ્રેન નં. 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ 24 માર્ચ 2025 થી ગાંધીધામથી (મંગળવાર, ગુરુવાર અને રવિવાર) ના બદલે પ્રતિદિન 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09:45 કલાકે જોધપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ તાત્કાલિક અસરથી જોધપુરથી (સોમવાર, બુધવાર અને શનિવાર) ને બદલે પ્રતિદિન રાત્રે 20.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.05 ગાંધીધામ પહોંચશે.

  • 24 Mar 2025 08:02 PM (IST)

    માર્શની ધમાકેદાર ફિફ્ટી

    લખનૌ સુપર જાયન્ટ્સની આક્રમક શરૂઆત, માર્શની ધમાકેદાર ફિફ્ટી, 21 બોલમાં ફટકારી ધમાકેદાર અર્ધ સદી

  • 24 Mar 2025 07:42 PM (IST)

    લખનૌની આક્રમક શરૂઆત

    લખનૌ સુપર જાયન્ટ્સની આક્રમક શરૂઆત, માર્શ-માર્કરામની દમદાર બેટિંગ, ત્રણ ઓવર બાદ LSG 33/0

  • 24 Mar 2025 07:35 PM (IST)

    માર્શની જોરદાર સિક્સર

    સ્ટાર્કની ઓવરમાં અંતિમ બોલ પર માર્શની જોરદાર સિક્સર, પહેલી ઓવર બાદ લખનૌ 7/1

  • 24 Mar 2025 07:32 PM (IST)

    લખનૌ અને દિલ્હી વચ્ચે મુકાબલો

    લખનૌએ દિલ્હી સામે 5 માંથી 3 મેચ જીતી છે. જોકે દિલ્હીએ ગયા સિઝનમાં બંને મેચ જીતી હતી.

  • 24 Mar 2025 07:28 PM (IST)

    લખનૌની પ્લેઈંગ ઈલેવન

    એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ઋષભ પંત, ડેવિડ મિલર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર અને રવિ બિશ્નોઈ.

  • 24 Mar 2025 07:27 PM (IST)

    દિલ્હીની પ્લેઈંગ ઈલેવન

    જેક ફ્રેઝર-મેગાર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.

  • 24 Mar 2025 07:06 PM (IST)

    દિલ્હીએ ટોસ જીત્યો

    દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. લખનૌની ટીમ પહેલા બેટિંગ કરશે. લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન તરીકે રિષભ પંત અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે અક્ષર પટેલની ડેબ્યૂ મેચ.

  • 24 Mar 2025 06:30 PM (IST)

    ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનનું અંજાર અને આદિપુર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

    પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

    ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 26 માર્ચ 2025 થી ભુજથી 06.50 કલાકે ઉપડશે તથા અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.18 / 07.20 કલાકે અને આદિપુર સ્ટેશન પર 07.29 / 07.31 કલાકનો રહેશે તથા 13.15 કલાકે રાજકોટ પહોંચશે.

    ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 26 માર્ચ 2025થી રાજકોટથી 14.30 કલાકે ઉપડશે અને આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 19.27 / 19.29 કલાકે અને અંજાર સ્ટેશન પર 19.36 / 19.38 કલાકનો રહેશે તથા 20.55 કલાકે ભુજ પહોંચશે.

    ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • 24 Mar 2025 05:52 PM (IST)

    રાજકોટના ન્યારી ડેમમાં ઝંપલાવીને રેડિયોલોજિસ્ટે કર્યો આપઘાત

    રાજકોટમાં  26 વર્ષીય રેડિયોલોજિસ્ટે કર્યો આપઘાત. ન્યારી ડેમમાં ઝંપલાવી અરૂણકુમાર સેલ્વરાજે આપઘાત કર્યો છે. કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 24 Mar 2025 04:53 PM (IST)

    ધારાસભ્યની રજૂઆત છતા સમસ્યાનો નિકાલ ના થતા, હું વિધાનસભામાં ઉપવાસ કરીશ- કોંગ્રેસ ધારાસભ્ય

    જૂનાગઢ જિલ્લામાં ચોરવાડ શહેરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. ધારાસભ્યે લેખિત અને મૌખિક ફરિયાદ કરી હોવા છતા, બેરોકટોક ગેરકાયદે રેતી ખનનની કામગીરી ધોળા દિવસે તંત્રની રહેમ નજર હેઠળ ચાલતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યે કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, ગુજરાત વિધાનસભાના જેટલા માળ છે, એનાથી બે ગણી ઈમારત ખાડામાં ડૂબી જાય એટલા ઊંડા ખાડા આ માફિયાઓએ ખોદયા છે. મુખ્યપ્રધાનને, સચિવને મળીને લેખિત અને મૌકુફ વાત કરી છે. જો ધારાસભ્યની વાત ના સાંભળતા હોય તો સામાન્ય માણસની વાત તો ક્યાથી સાંભળશે આ સરકાર. જો મારી રજૂઆતનો યોગ્ય નિકાલ નહીં આવે તો હુ વિધાનસભામા ઉપવાસ કરીશ તેમ ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ કહ્યું હતું.

  • 24 Mar 2025 04:07 PM (IST)

    અમદાવાદ એરપોર્ટ ઉપરથી રૂપિયા 2.76 કરોડના સોના સાથે 2 પકડાયા

    અમદાવાદ એરપોર્ટ ઉપરથી રૂપિયા 2.76 કરોડનું સોનું પકડાયું છે. અબુધાબીથી અમદાવાદ આવેલા 2 પ્રવાસીઓ પાસેથી, એર ઈન્ટેલિજન્સ યુનિટે,  3000 ગ્રામ સોનાના 3 ગોલ્ડ બાર અને 2 સોનાની ચેઇન મળી આવતા સીઝ કરાઈ છે.  અબુધાબીથી આવેલા 2 પ્રવાસીઓએ જીન્સના કમરના ભાગે, સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને પ્લાસ્ટીક સ્ટ્રીપએમ સંતાડ્યું હતું સોનું. બંને પેસેન્જર પાસે 2 સોનાની ચેઇન ગળામાં અને એક સોનાનો સિક્કો મળી આવ્યો છે. એક યાત્રી પાસથી 1543 ગ્રામ અને અન્ય પેસેન્જર પાસેથી 1507 ગ્રામ સોનું પકડવામાં આવ્યું છે. બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.

  • 24 Mar 2025 03:25 PM (IST)

    સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયા-પોલીસ અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠનો રિપોર્ટ ગૃહવિભાગમાં સુપરત કરાશે

    સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે DYSPઓની સાંઠગાંઠના મામલે ચોટીલા પ્રાંત અધિકારી ગૃહ વિભાગને સુપરત કરશે રિપોર્ટ. ખનિજ માફિયાઓ સાથે સંપર્ક ધરાવતા 2 DYSPઓ અને 2 પોલીસકર્મીઓ સામે ખુદ પ્રાંત અધિકારીએ તપાસ હાથ ધરી છે. જેનો રિપોર્ટ ગૃહ વિભાગમાં કરાશે સુપરત કરાશે. ખનિજ માફિયાઓ સાથે સંપર્કમાં રહેલા અધિકારીઓ અને પોલીસકર્મીઓ પર કડક કાર્યવાહી માટે જે પુરાવા મળ્યા છે તે અનુસાર રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તાજેતરમાં જ રેકી કરતા ખનિજ માફિયાઓ પાસેથી 3 મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા. જેની પ્રાથમિક તપાસમાં પોલીસ અને ખનિજ માફિયાઓ વચ્ચેની વાતચીતનુ ઓડીઓ રેકોર્ડિંગ મળી આવ્યુ છે. પ્રાથમિક તપાસમાં DYSP લીંમડી સુરેન્દ્રનગર તેમજ તેન પોલીસકર્મી રણજીત જળું અને સરદારસિંહ નામના પોલીસકર્મીઓ સાથે વાતચીતની વિગતો ખનીજ માફિયાઓના જપ્ત કરેલા મોબાઈલમાંથી મળી આવી છે. તમામ સામે ગૃહવિભાગમાં રિપોર્ટ કરવામાં આવશે. ખનીજ ચોરી સાથે ખાખીનો સંપર્ક મામલે પ્રાંત અધિકારી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 24 Mar 2025 03:03 PM (IST)

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચ, 1200 પોલીસકર્મી ટ્રાફિક માટે રહેશે તહેનાત

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPL મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ થઈ છે. 1 JCP, 3 DCP, 6 ACP, સહિત 1200 પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં તહેનાત રહેશે. મેચ સમયે જનપથ ટી સર્કલથી સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. મેચ દરમિયાન વાહન ચાલકોને, અન્ય વૈકલ્પિક રૂટ અપનાવવા ટ્રાફિક પોલીસે સૂચના જાહેર કરી છે.

  • 24 Mar 2025 02:57 PM (IST)

    રાજ્યમાં કુલ 43 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ની જગ્યા ખાલી

    રાજ્યમાં કુલ 43 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ની જગ્યા ખાલી હોવાનું સરકાર દ્વારા વિધાનસભામાં માહિતી આપવામાં આવી છે. કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાએ આ મુદ્દે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે જ્યાં કોંગ્રેસની બેઠક છે, ત્યાં તંત્ર દ્વારા મતભેદ રાખવામાં આવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ખાસ કરીને કોંગ્રેસ શાસિત વિસ્તારોમાં TDOની ખાલી જગ્યાઓ વધુ છે, જેના કારણે ગ્રામજનોને વિકાસકારી યોજનાઓનો લાભ મળતો નથી અને ગ્રામ વિકાસના કાર્યો પ્રભાવિત થાય છે.

  • 24 Mar 2025 02:24 PM (IST)

    અમદાવાદ: માણેકચોકમાં જર્જરિત મકાન ધરાશાયી, મહિલા ઇજાગ્રસ્ત

    અમદાવાદ: માણેકચોકમાં  ઘાંચીની પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થતા નાસભાગ મચી છે. મકાનના સ્લેબ નીચે દબાયેલી મહિલાનું  રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ કરી મહિલાને બહાર કાઢી છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. મકાન કેટલા વર્ષ જૂનું અને ખાલી કરવા નોટિસ અપાઈ કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.

  • 24 Mar 2025 01:57 PM (IST)

    નવસારીથી મુંબઈ જતા અનેક મુસાફરો અટવાયા

    વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટનાની અસર ટ્રેનો પર થઇ રહી છે.  નવસારીથી મુંબઈ જતા અનેક મુસાફરો અટવાયા હતા. દક્ષિણ ગુજરાતનો પણ ટ્રેન વ્યવહાર ખોરવાયો. નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ થતા મુસાફરો રઝળ્યા હતા. અન્ય 2 ટ્રેન બેથી લઈ સાડા ત્રણ કલાક મોડી પડી. ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે. કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસ મોડી પડી.

  • 24 Mar 2025 01:43 PM (IST)

    AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મોરારીબાપુના નિવેદન પર કર્યા સવાલ

    AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મોરારી બાપુના ધર્મપરિવર્તન સંબંધી નિવેદન પર અનેક સવાલો ઊભા કર્યા છે. તેમણે આદિવાસી શિક્ષકો પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા અને મોરારી બાપુને પુરાવા રજૂ કરવા જણાવ્યું. વસાવાએ ભાજપ પર ખ્રિસ્તી ધર્મમાં ગયેલા લોકોને લાભોથી વંચિત રાખવાના આરોપ લગાવ્યા અને આ પ્રકારના નિવેદનો વિભાજન ઊભું કરી શકે તેવી ચેતવણી આપી.

  • 24 Mar 2025 11:25 AM (IST)

    રાજકોટઃ કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગ

    રાજકોટઃ કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગ લાગી છે. તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગી છે. KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી છે. રાજકોટ સહિતથી ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

  • 24 Mar 2025 11:10 AM (IST)

    રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની જાહેરાત

    રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. રાજ્યના તમામ અધિકારી સાથે કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક યોજી. જેમાં માહિતી આપવામાં આવી કે ખેડૂતોને ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ નાણા જમા થઈ જશે. આ વખતે રાજકોટ સહિત રાજ્યભરમાં ઘઉંના મોટાપાયે ઉત્પાદનની શક્યતા છે. રાજ્યમાં અંદાજિત 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાની શક્યતાઓ છે. સરકાર ખેડૂતો પાસેથી ઘઉં ખરીદીને રાશન માટે જરૂરિયાત મંદોને વિતરણ કરશે. એક મણના 490 લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

  • 24 Mar 2025 10:50 AM (IST)

    રાજકોટઃ કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગ

    રાજકોટઃ કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગ લાગી છે. તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગી છે. KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી છે. રાજકોટ સહિતથી ફાયર બ્રિગેડના 4 વાહનો પહોંચ્યા છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કર્યા છે.

  • 24 Mar 2025 10:20 AM (IST)

    બુલેટ ટ્રેન ક્રેન દુર્ઘટનાને પગલે હાઈટેન્શન લાઈનને પહોંચી અસર

    અમદાવાદમાં બુલેટ ટ્રેન દુર્ઘટનાને પગલે હાઈટેન્શન લાઈનને અસર પહોંચી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી મોટાભાગની ટ્રેન પ્રભાવિત થઇ છે. કર્ણાવતી એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ સહિતની ટ્રેન રદ કરાઇ છે. વટવાથી ઉપડતી આણંદ તેમજ ભરૂચની મેમુ ટ્રેન પણ કેન્સલ, 5 ટ્રેનો ડાયવર્ટ, અમદાવાદના મુસાફરોને વડોદરા, નડિયાદ કે આણંદ ઉતરવું પડશે. રેલવે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો. વટવાના રોપડા ગામ નજીક વિશાળ ક્રેન તૂટી પડી. રોકડા રેલવે ઓવરબ્રિજ પર બુલેટ ટ્રેનના પિલર ઊભા કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી, બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.

  • 24 Mar 2025 09:35 AM (IST)

    ખેડા: નડિયાદ અમદાવાદ હાઈવે પર વરસેલા પાસે પેપરમીલની આગ કાબૂમાં

    ખેડા: નડિયાદ અમદાવાદ હાઈવે પર વરસેલા પાસે પેપરમીલની આગ કાબૂમાં આવી ગઇ છે. ગઈકાલે બપોરે શ્રી નારાયણ પેપરમીલમાં ભીષણ આગ લાગી હતી. પેપર મીલના રો મટીરીયલમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગે 17 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો છે. 8થી વધુ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો.

  • 24 Mar 2025 08:55 AM (IST)

    મહેસાણામાં યુવતી સાથે દુષ્કર્મ

    મહેસાણા: પ્રેમ સંબંધના નામે વધુ એક યુવતી હવસનો શિકાર બની છે. આરોપીએ યુવતી સાથે બે વાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. અંગતપળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ માટે દબાણ કરતો હતો. ગેસ્ટ હાઉસમાં હેવાને યુવતીને લાફા અને પટ્ટાથી માર માર્યાનો આરોપ છે. વર્ષ 2024માં પ્રેમ સંબંધ બાંધી યુવતી સાથે અંગતપળોના ફોટા લીધા હતા.  યુવતીના માતા-પિતાને ફોન કરવાની પણ આપતો ધમકીઓ યુવતીને બચકા ભરી, શરીરે નખ મારી ઈચ્છા વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું. આખરે કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

  • 24 Mar 2025 08:52 AM (IST)

    રાજકોટઃ રાજકુમાર જાટના મોત કેસમાં પોલીસની કામગીરી સામે સવાલ

    રાજકોટઃ રાજકુમાર જાટના મોત કેસમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. મૃતકનો પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી. ગોંડલ પોલીસે અજાણ્યા શખ્સે લાફો ઝીંક્યાનો ગુનો નોંધ્યો. મૃતકના પિતાની અરજીને આધારે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક અને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હોવાની ગણેશ જાડેજાએ અરજી કરી છે. પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ચોપડે અકસ્માતની આ ઘટનામાં શંકાસ્પદ મુદ્દાઓને કારણે મામલો ચર્ચામાં છે.

  • 24 Mar 2025 07:34 AM (IST)

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નંદી પર કરાયો જીવલેણ હુમલો

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નંદી પર કરાયો જીવલેણ હુમલો. હર્ષદપુરમાં અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે નંદી પર હુમલો કર્યાની આશંકા. ઘાયલ નંદીને પ્રાથમિક સારવાર અપાઇ.  નંદીને એનિમલ ટ્રસ્ટ મારફતે અબોલ તીર્થ ખાતે ખસેડાયો.  નંદી પર જીવલેણ હુમલાથી પશુપ્રેમીઓમાં રોષ ફેલાયો.

  • 24 Mar 2025 07:33 AM (IST)

    બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી પડી

    અમદાવાદઃ રોપડ ગામ નજીક  બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી પડી. પિલ્લર બ્લોક ફિટ કરતી દુર્ઘટના ઘટી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહીં. રેલ્વેની હાઇટેન્શન લાઇનને પણ અસર થઇ છે. બંને તરફનો ટ્રેન વ્યવહાર બંધ થયો છે. ART ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરશે.

Published On - Mar 24,2025 7:29 AM

Follow Us:
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">