AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં વધ્યો RSSનો પ્રભાવ, રોજ મળતી સંઘની શાખામાં થયો નોંધપાત્ર વધારો – Video

ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શાખાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ 2024થી માર્ચ 2025 દરમિયાન શાખાઓની સંખ્યા 1588 થી વધીને 1747 થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2025 | 5:52 PM
Share

ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, માર્ચ 2024માં ગુજરાતમાં 1588 શાખાઓ કાર્યરત હતી, જે માર્ચ 2025માં વધીને 1747 થઈ ગઈ છે. આ ઉપરાંત, સાપ્તાહિક શાખાઓની સંખ્યા 1123 માંથી 1476 પર પહોંચી ગઈ છે, જ્યારે મહિને મળતી સંઘ મંડળી પણ 625 માંથી 838 થઈ છે.

RSSની શાખાઓ, જાગૃતિ અને સંગઠનશક્તિનું કેન્દ્ર

RSSની શાખાઓ દેશભરમાં વ્યક્તિગત વિકાસ, રાષ્ટ્રવાદી વિચારસરણી અને સમાજ સેવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરરોજ મળતી શાખાઓ ઉપરાંત, સાપ્તાહિક અને માસિક મંડળી સંઘના કાર્યકર્તાઓ માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમનું કામ કરે છે. ગુજરાતમાં RSSની શાખાઓનો વિસ્તરતો વ્યાપ સંઘની લોકપ્રિયતા અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ પ્રત્યે વધતા ઉત્સાહ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દા

બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે ચિંતા

21થી 23 માર્ચ દરમિયાન બેંગ્લોરમાં આયોજિત અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને બાંગ્લાદેશમાં હિન્દુ સમાજની સ્થિતિ અંગે RSSએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંઘે આ મુદ્દે ઠરાવ પસાર કર્યો અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને હિન્દુઓની પરિસ્થિતિ અંગે ધ્યાન આપવા માટે અપીલ કરી.

મણિપુરની અશાંતિ અંગે પણ ચર્ચા

સંઘે મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી છે. મણિપુરમાં સમાધાન અને શાંતિ સ્થાપિત કરવા માટે સરકાર અને સ્થાનિક સંગઠનોને વધુ પ્રયાસો કરવાની પણ ભલામણ કરવામાં આવી.

ગુજરાતમાં RSSના પ્રભાવમાં વધારો

ગુજરાતમાં RSSની શાખાઓમાં થયેલા વધારા પાછળ યુવાઓમાં રાષ્ટ્રવાદ પ્રત્યેની આસક્તિ, કોઈપણ આપત્તિ સમયે સંઘ દ્વારા કરવામાં આવતી સામાજિક સેવા અને સમાજના વિવિધ વર્ગોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ મુખ્ય કારણો છે. વિવિધ કાર્યક્રમો અને શિબિરો દ્વારા સંઘે સમાજને સંગઠિત કરવાની દિશામાં કાર્ય કર્યા છે, જેના કારણે તેની લોકપ્રિયતા વધી રહી છે.

With Input- Narendra Rathod- Ahmedabad

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">