Breaking News : રૂપિયાના થોકડા, કારની લાઈનો, ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા, 2.35 કરોડનો મુદ્દામાલ કબજે
ગીર સોમનાથ એલસીબીએ સાસણ ગીરના ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડો પાડી 55 જુગારીઓને ઝડપી પાડ્યા. ₹28.54 લાખ રોકડ, વિદેશી દારૂ, 70 મોબાઈલ અને 15થી વધુ કાર સહિત કુલ ₹2.35 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો.

ગીર સોમનાથ એલસીબી (LCB) પોલીસે સાસણ ગીર નજીક આવેલ ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડો પાડી મોટી સફળતા હાંસલ કરી. આ દરોડા દરમિયાન 55 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં શામેલ છે
-
₹28.54 લાખની રોકડ
-
વિદેશી દારૂની 4 બોટલ
-
70 મોબાઈલ ફોન
-
15થી વધુ કાર
-
કુલ મુદ્દામાલ ₹2.35 કરોડથી વધુનો
ગીર સોમનાથ એલસીબીના PI અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે કડીના ગેમ્બલર ભાવેશ દ્વારા આ જુગારીઓને ગીર વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા. પકડાયેલા શખ્સોમાં 8 જુગારીઓ અગાઉ પણ જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે.
પોલીસની સખત કાર્યવાહી
જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન કરવામાં આવ્યું. મહેસાણા કડી વિસ્તારના જુગારીઓને ઝડપી પાડવામાં આવી છે. ગીર વિસ્તારમાં પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે પોલીસે જબરદસ્ત કાર્યવાહી કરી છે જેથી રીસોર્ટ અને પ્રવાસન ક્ષેત્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકાય.
પોલીસની આ કડક કામગીરીથી ગીર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સકારાત્મક સંકેત મળ્યો છે.