Photos : ભગવાન જગન્નાથના રથ બનાવવાની કામગીરીએ ગતિ પકડી, ટૂંક સમયમાં બનીને તૈયાર થઇ જશે ત્રણ રથ
Ahmedabad News : ટૂંક સમમાં નવા ત્રણ રથ બનીને તૈયાર થઇ જશે અને અષાઢી બીજે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામ નવા રથમાં બિરાજશે.


અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા 2023માં નવા રથ સાથે નીકળશે. નવા રથ બનાવવાનું કામ અત્યારે ખૂબ તેજ ગતિથી ચાલી રહ્યુ છે. જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા બને તેટલી જલ્દી રથ તૈયાર કરવા માટે સૂચના આપવામાં આવી છે.

નવા રથ સાથે 2023ની રથયાત્રા નીકળે તે માટે ઝડપથી કામગીરી કરાઈ રહી છે. જેમાં 400 ઘનફૂટ સાગનું અને 150 ઘનફૂટ સિસમથી રથ બનાવાશે. ટૂંક સમમાં નવા ત્રણ રથ બનીને તૈયાર થઇ જશે અને અષાઢી બીજે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામ નવા રથમાં બિરાજશે.

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. એ પછી દર વર્ષે અષાઢી બીજીના દિવસે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રામાં ભક્તો દિલથી જોડાય છે અને ભગવાનના દર્શન કરે છે.

આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. જે રથમાં બિરાજી ભગવાન નગરચર્યાએ નીકળશે, તેની આગવી વિશેષતા હોય છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ બલરામના રથને તાલધ્વજ અને સુભદ્રાજીના રથને દેવદલન નામે ઓળખવામા આવે છે.

ભગવાનના રથને લાલ, કેસરી, પીળો, સફેદ, લીલો જેવા રંગો કરવામાં આવે છે. આ રંગોનુ સોકંતિક અને મનોવૈજ્ઞાનિક મહત્વ છે. લાલ રંગ ધાર્મીકતા ધન– સમૃદ્ધી અને શુભ-લાભનુ પ્રતિક છે. પીળો રંગ, જ્ઞાન વિધા અને વિવેકનુ પ્રતિક છે. કાળો રંગ પૌરુષ અને બળ તો સફેદ રંગ પવિત્રતા સુધ્ધતા અને શાંતીનો સંદેશ આપે છે. (વિથ ઇનપુટ-દિપક સેન)

































































