અમિતાભ બચ્ચને કેમ લીધો હતો ત્રિદંડી સંન્યાસ? 41 દિવસ સુધી પરિવારથી રહ્યા હતા દૂર
અમિતાભ બચ્ચન કેટલા ધાર્મિક છે તે કોઈનાથી છુપાય એવું નથી. તાજેતરમાં જ અભિનેતાએ પોતાના ઘર જલસામાં બનેલા રામ દરબારની ઝલક પણ બતાવી હતી અને એવા ન્યૂઝ આવી રહ્યા છે કે તેણે એક વખત સંન્યાસ પણ લીધેલો છે.

અમિતાભ બચ્ચને રિયલ લાઈફમાં પણ સંન્યાસ લઈ લીધો છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અમિતાભે જણાવ્યું હતું કે, તેમણે 41 દિવસ સુધી ત્રિદંડી સંન્યાસ લીધો હતો. આ અંતર્ગત મેં ઘણા કડક નિયમોનું પાલન કર્યું હતું.

બિગ બીએ કહ્યું- સબરીમાલા કેરળમાં એક જગ્યા છે, ત્યાં સ્વામી અયપ્પા છે. તેથી તેમના માટે તેમણે 41 દિવસના ઉપવાસ કરવાના હોય છે.

આ વ્રત દરમિયાન ભગવા વસ્ત્રો ધારણ કર્યા હતા. વ્યક્તિએ દારૂ અને માંસાહારી ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. ત્યાં તમે પારિવારિક જીવન જીવી શકતા નથી. જમીન પર સૂવું પડે છે, ખુલ્લા પગે ચાલવું પડે છે, ચંપલ પહેરી શકતા નથી. પછી સબરીમાલાની તીર્થયાત્રા પર જવાનું હોય છે.

પ્રાર્થના કરવા માટે પહાડની ટોચ પર આવેલા સબરીમાલા સુધીના ખડકાળ માર્ગ પર ચાલીસ માઈલ ઉઘાડા પગે ચાલવું પડે છે. આ સાથે અમિતાભે કહ્યું કે, તેમણે આ માત્ર શ્રદ્ધાથી કર્યું છે અને કોઈ પણ ઈચ્છા પુરી કરવા માટે વ્રત નથી કર્યું.

અમિતાભ ઘણીવાર મંદિર અથવા કોઈ દેવી સ્થાનની મુલાકાત લેતા જોવા મળે છે. તાજેતરમાં તેઓ શ્રી રામના દર્શન કરવા માટે બીજી વખત અયોધ્યા પણ ગયા હતા.

































































