Silver Price Today : ચાંદીની ચમક ઘટી, જાણો શું છે ભાવ ઘટાડાનું કારણ
ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, જે છેલ્લા બે દિવસમાં રૂ. 6,626 સસ્તું થયું હતું.સોનાની ચમક અકબંધ રહી અને તેની કિંમત 669 રૂપિયા વધીને 91,014 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ.

Silver Price Today : 4 એપ્રિલ 2025 ના રોજ ભારતીય અને વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ નીતિની જાહેરાત કર્યા પછી યુએસ શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 2,231.07 પોઈન્ટ (5.50%) ઘટીને 38,314 પર બંધ થયો.

આ વૈશ્વિક મંદીની ભારતીય બજારને પણ અસર થઈ, જ્યાં સેન્સેક્સ 930 પોઈન્ટ (1.22%) ઘટીને 75,364 પર બંધ થયો અને નિફ્ટી 345 પોઈન્ટ (1.49%) ઘટીને 22,904 પર બંધ થયો. દરમિયાન, ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, જે છેલ્લા બે દિવસમાં રૂ. 6,626 સસ્તું થયું હતું.સોનાની ચમક અકબંધ રહી અને તેની કિંમત 669 રૂપિયા વધીને 91,014 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ.

નવું નાણાકીય વર્ષ હમણાં જ શરૂ થયું છે. દરમિયાન, અમેરિકાની ઊંચી ટેરિફ નીતિ બાદ બજારની સ્થિતિને જોતા ઘણા નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આવનારા સમયમાં સોના-ચાંદીમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ભાવમાં 40 ટકાનો ઘટાડો થશે.હવે જો તેની વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે પીળી ધાતુ કહેવાતા સોનામાં શરૂઆતી ટ્રેડિંગમાં ઘટાડો નોંધાયો છે. આજે દેશમાં સોના-ચાંદીના ભાવ નીચે મુજબ છે.

28 માર્ચે ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાને પાર કરી ગઈ હતી.તેના એક દિવસ પહેલા એટલે કે 27 માર્ચે એક કિલો ચાંદીની કિંમત 1 લાખ 1 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જોકે ત્યારપછી તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને એક સપ્તાહમાં તેમાં 4000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.

સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડાનું કારણ ટ્રમ્પના ટેરિફ છે. ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ હેઠળ ભારતમાંથી આયાત થતા સામાન પર 27 ટકા ટેક્સ લગાવ્યો છે. પરંતુ સોના-ચાંદીને આ શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જેના કારણે તેની કિંમતમાં ઘટાડો થયો છે.

જ્યારે અમેરિકા સેમી કંન્ડક્ટ પર મોટો ટેરીફ લગાવ્યા, જેની અસર ખાસ સેમી કંન્ડકટ ક્ષેત્રના મોટા મેકર ચાઇના અને તાઇવાનને થઇ.એવામાં ચાઇના જે પ્રોડક્શન કરે છે તેની પ્રોડક્શન કોસ્ટ વધી જશે.એવામાં જ્યારે કિંમત વધી છે તો ઇલેક્ટ્રીક સામાન મોંઘો થશે.એવામાં અસર એ થશે કે સામાન મોંઘો થશે તો તેના ખરીદદારની સંખ્યા ઓછી થશે.ચાઇના અને તાઇવાનનું સેમી કંન્ડક્ટ બનાવવા માટે ચાંદીનો ઉપયોગ કરે છે.આ કરાણથી તેની ડિમાન્ડ ઘટશે ,આ કારણ જે ચાંદી કોમોડિટી માર્કેટ એક લાખ બે હજાર પહોંચેલી ચાંદી બે જ દિવસમાં તુટીને 87000 નીચે જતી રહી.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

































































