અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન
Amitabh Bachchan
અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા છે. અભિનેતા હોવા ઉપરાંત, તેઓ ટીવી હોસ્ટ, નિર્માતા પણ છે અને કેટલીક ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે. અમિતાભ બચ્ચનને બિગ બી, બોલિવૂડના શહેનશાહ અને સદીના મેગાસ્ટાર પણ કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચનનો જન્મ અલ્હાબાદમાં કવિ હરિવંશરાય બચ્ચન અને સામાજિક કાર્યકર તેજી બચ્ચનને ત્યાં 11 ઓક્ટોબર 1942માં થયો હતો. અમિતાભ બચ્ચનની શરૂઆતની અટક શ્રીવાસ્તવ હતી. અમિતાભ બચ્ચને લગભગ 200 ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની પત્ની જયા બચ્ચન છે.જેઓ પણ અભિનેત્રી હતા હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે. અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન પણ મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. અમિતાભ બચ્ચનને એક પુત્રી છે જેનુ નામ શ્વેતા નંદા છે. તાજેતરમાં જ અમિતાભના પૌત્ર અગસ્ત્ય નંદાએ પણ આર્ચીઝ દ્વારા ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી છે.