Patel Surname History : સરદાર પટેલની 150 જન્મજ્યંતી પર તેમની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણ વ્યવસ્થા આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિના નામ પાછળ અટક લખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. પરંતુ અટક પાછળનો ઈતિહાસ ખબર હોતી નથી.

પટેલ અટક મુખ્યત્વે ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ નામ ખાસ કરીને પાટીદાર સમુદાય સાથે સંકળાયેલું છે, જે ભારતમાં એક મુખ્ય ખેતી અને વેપાર કરતી જાતિ રહી છે.

પટેલ શબ્દ સંસ્કૃત શબ્દ પટ અથવા પટ્ટ પરથી આવ્યો છે. જેનો અર્થ ભૂમિ અથવા પ્રદેશ પણ થાય છે. પટેલ મૂળ બ્રિટિશ શાસન અને તેના પહેલા ભારતીય રાજાઓ દ્વારા ગામના મુખી અથવા જમીનદારોને આપવામાં આવેલ એક બિરુદ હતુ.

પટેલ સરનેમનો અર્થ ગામનો મુખિયા અથવા જમીનના માલિક થાય છે. ગુજરાતમાં પટેલ શબ્દનો ઉપયોગ જમીનદારો અને કૃષિ સમાજના નેતાઓ માટે થતો હતો.

પટેલ અટક પાટીદાર સમુદાય સાથે સંકળાયેલી છે, જે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રહે છે. પાટીદાર સમુદાય કૃષિ, વ્યવસાય અને રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પાટીદાર શબ્દનો અર્થ જમીનનો માલિક થાય છે, જે સૂચવે છે કે આ સમુદાય પરંપરાગત રીતે જમીનમાલિક રહ્યો છે.

પટેલ અટક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સરદાર વલ્લભભાઈ પટેલને કારણે પ્રખ્યાત થઈ છે. તેમણે ભારતીય રજવાડાઓના એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આજે પણ પટેલ સમુદાયને તેમના વારસાને કારણે એક મજબૂત, અગ્રણી સમુદાય તરીકે જોવામાં આવે છે.પટેલ સમુદાય પરંપરાગત રીતે ખેતી અને વેપારમાં અગ્રેસર રહ્યો છે. આ ઉપરાંત રાજકારણમાં પટેલ સમુદાયનું પ્રભાવશાળી સ્થાન છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘણા સફળ ઉદ્યોગપતિઓ આ સમુદાયના છે. પટેલ સમુદાયના લોકો મોટી સંખ્યામાં યુએસએ, યુકે, કેનેડા અને આફ્રિકામાં સ્થાયી થયા છે.યુએસમાં ઘણા હોટેલ અને મોટેલ વ્યવસાયોને "પટેલ મોટેલ નેટવર્ક" તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં "લેઉવા પટેલ" અને "કડવા પટેલ"* નામના બે મુખ્ય જૂથો જોવા મળે છે.પટેલ સમુદાયને ક્યારેક "ગુજરાતી જમીનદાર"પણ કહેવામાં આવે છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન પટેલ લોકોને ગામડાઓમાં મહેસૂલ વસૂલવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

પટેલ અટક ગામના મુખીઓ અને જમીનમાલિકોને આપવામાં આવતી ઉપાધિ હતી. તે ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશના અગ્રણી ખેડૂત અને વેપારી વર્ગ, પાટીદાર સમુદાય સાથે સંકળાયેલા છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
