બિઝનેસની સાથે બોલિવુડમાં પણ એન્ટ્રી કરી ચૂક્યા છે રતન ટાટા, અમિતાભ બચ્ચન સાથે કરી ચૂક્યા છે ફિલ્મ

બિઝનેસ ટાયકૂન રતન ટાટાનું નિધન થયું છે. આ સમાચાર સામે આવતા જ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ હતી. બોલિવુડ સ્ટાર પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. બિઝનેસની દુનિયાની સાથે-સાથે રતન ટાટા ફિલ્મી દુનિયા સાથે પણ જોડાયેલા છે. તો ચાલો જાણીએ રતન ટાટાનું બોલિવુડ સાથે કનેક્શન શું છે.

| Updated on: Oct 10, 2024 | 1:15 PM
 બિઝનેસ ટાયકૂન રતન ટાટાનું નિધન થયું છે. 86 વર્ષની ઉંમરમાં રતન ટાટાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.  સોશિયલ મીડિયા પર બોલિવુડ સ્ટાર તેમની આંત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

1 / 5
 રતન ટાટા સાથે જોડાયેલી એક બોલિવુડની ફિલ્મ પણ ખુબ ચર્ચામાં રહી છે.તમને જણાવી દઈએ કે, રતન ટાટાએ બોલિવુડની ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા. પરંતુ રતન ટાટાને બોલિવુડમાં સફળતા મળી ન હતી.

2 / 5
 વર્ષ 2004માં તેમણે ફિલ્મો તરફ પોતાની રુચિ દર્શાવી અને રતન ટાટાએ ટાટા ઈન્ફોમીડિયાના બેનર હેઠળ એક ફિલ્મ બનાવી હતી. બિઝનેસમેન પહેલી વખત વિક્રમ ભટ્ટની રોમાન્ટિક સાઈકોલૉજિકલ ફિલ્મ એતબાર પર કરોડો રુપિયા લગાવવાનો નિર્ણય લીધો હતો.

3 / 5
આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન, જૉન અબ્રાહમ અને બિપાશા બાસુ જેવી સ્ટાર કાસ્ટ સામેલ હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પહેલી ફિલ્મમાં પૈસા લગાવી રતન ટાટાને કરોડો રુપિયાનું નુકસાન થયું હતુ.

4 / 5
મળતી જાણકારી અનુસાર  ફિલ્મ એતબારે ભારતમાં માત્ર 4.25 કરોડો રુપિયાની કમાણી કરી હતી. દુનિયાભરમાં આ ફિલ્મે 7.96નો બિઝનેસ કર્યો હતો પરંતુ આ ફિલ્મ બનાવવામાં રતન ટાટાને અંદાજે 9.50 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો હતો. ત્યારબાદ રતન ટાટાએ ક્યારે પણ બોલિવુડમાં પૈસા લગાવ્યા ન હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">