અભિષેક બચ્ચનનો ક્લાસમેટ, પિતા સુપરસ્ટાર, બહેનનું ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ, આવો છે ફ્લોપ અભિનેતાનો પરિવાર

આજે આપણે એક એવા સ્ટાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેના પિતાએ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં રાજ કર્યું છે. તો બહેન ટીવીની દુનિયામાં ધમાલ મચાવી રહી છે. પરંતુ ખુદ અભિનેતા હોવા છતાં ફ્લોપ રહ્યો છે. તો તુષાર કપૂરના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Nov 20, 2024 | 12:42 PM
 ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એવા સ્ટાર કિડ્સ છે જેના માતા પિતા  પોતાના જમાનામાં સુપરહિટ રહ્યા પરંતુ બાળકો તેના માતા પિતા જેટલું નામ કામ કમાય શક્યા નથી. આ લિસ્ટમાં એક નામ આવે છે તુષાર કપૂરનું. જેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે.

1 / 10
બોલિવુડ અભિનેતા તુષાર કપુર પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં ઓછો રહે છે. તો આજે આપણે તુષાર કપૂરના જન્મદિવસ પર તેના પરિવારની તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

2 / 10
તુષાર કપૂર અભિનેતા જીતેન્દ્ર અને શોભા કપૂરનો પુત્ર છે. તેમની મોટી બહેન, એકતા કપૂર ટેલિવિઝન અને ફિલ્મ નિર્માતા છે. તુષાર કપૂર અપરિણીત છે અને જૂન 2016માં સરોગસી દ્વારા પિતા બન્યો છે.

3 / 10
તુષાર કપૂરે 19 વર્ષની ઉંમરમાં ફિલ્મ મુજે કુછ કહેના હૈથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. તેની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. અભિનેતાને ઓળખ ફિલ્મ ગોલમાલમાં મૌન વ્યક્તિનું પાત્ર નિભાવીને મળી છે. આ ફિલ્મમાં તેમણે ચાહકોનું ખુબ મનોરંજન કર્યું હતુ.

4 / 10
તુષાર કપૂરે લગ્ન કર્યા નથી પરંતુ તે એક દિકરાનો પિતા છે. અભિનેતા સરોગેસીની મદદથી પિતા બન્યો છે.તેના દિકરાનું નામ લક્ષ્ય કપૂર છે. જેનો જન્મ વર્ષ 2016માં થયો હતો. જેની પરવરિશ પણ તુષાર કપૂર કરી રહ્યો છે.

5 / 10
તેણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો જ્યાં તે અભિષેક બચ્ચનનો ક્લાસમેટ હતો. ત્યારબાદ તેણે સ્ટીફન એમ. રોસ સ્કૂલ ઓફ બિઝનેસમાં બીબીએ ડિગ્રી માટે એન આર્બરની યુનિવર્સિટી ઓફ મિશિગનમાં અભ્યાસ કર્યો હતો.

6 / 10
તુષાર કપૂર પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક ફિલ્મ જેમાં તેણે કોઈ ડાયલોગ બોલ્યા વિના શાનદાર કામ કર્યું હતું. તે લાઈમલાઈટમાં રહ્યો હતો. આ ફિલ્મે જોરદાર કમાણી પણ કરી હતી અને આજે પણ તેના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે.

7 / 10
તુષાર કપૂર ઓછી ફિલ્મો કરીને પણ કરોડો કમાય છે. ફિલ્મો સિવાય જાહેરાતોમાંથી પણ સારી કમાણી કરે છે. લગ્ઝરી લાઈફ જીવે છે.

8 / 10
ઓઈ એઈ ઓ…આ ઓઈ ઈ એ… આ ફિલ્મનો ડાયલોગ નથી. તુષારે આખી ફિલ્મમાં આવું જ કર્યું છે. તેણે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં અને લોકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું. તેમને આ ફિલ્મમાંથી ઓળખ મળી ગઈ છે.

9 / 10
 તુષાર કપૂર લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર હતો, પરંતુ હવે OTT તરફ વળ્યો છે. હાલમાં જ તેની વેબ સીરિઝ 'દસ જૂન કી રાત' રીલિઝ થઈ હતી, જેના કારણે તે ચર્ચામાં રહ્યો છે.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">