ઓટીટી
ઓટીટીનું પુરું નામ ‘ઓવર-ધ-ટોપ મીડિયા સર્વિસ’ છે. તેને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈન્ટરનેટથી દર્શકોને ડાયરેક્ટ આપવામાં આવતી મીડિયા સેવા છે. અત્યારે દરેક લોકોના મોબાઈલમાં ઘણી બધી આવી એપ જોવા મળતી હોય છે. ઓટીટી આજકાલ લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે.
નેટફ્લિક્સ, હુલુ, પીકોક, ડિઝની+, એચબીઓ મેક્સ, સોની લિવ, એમ એક્સ પ્લેયર, જી5, જીયો સિનેમા, ડિસ્કવરી+, પેરામાઉન્ટ+ અને એમેઝોન પ્રાઇમ વીડિયો આ બધા ઓટીટી પ્લેટફોર્મ તરીકે ઓળખાય છે.
આ બધી એપ્લિકેશન પર રિયાલિટી શો, મુવી, વેબ સિરીઝ, સિરિયલ વગેરે જેવા મનોરંજનના શો સ્ટ્રિંમ થાય છે. વેબ સિરીઝ મોટાભાગે આ પ્લેટફોર્મ પર જ અપલોડ થાય છે. ઘણા મુવી થિયેટરમાં રિલીઝ થયા પછી ઓટીટી પર મુકવામાં આવે છે. તેમાંથી પણ મેકર્સ ખૂબ જ કમાણી કરે છે.