12 ફિલ્મો, જેની ટિકિટ સૌથી વધુ વેચાઈ, ‘શોલે’નો રેકોર્ડ 47 વર્ષ પછી પણ અતૂટ, જાણો કોણ છે આ લિસ્ટમાં

ગયા અઠવાડિયે રિલીઝ થયેલી બંને બોલીવુડ ફિલ્મો, આમિર ખાન સ્ટારર 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'અક્ષય કુમાર' (Akshay Kumar) સ્ટારર 'રક્ષાબંધન' એ બોક્સ ઓફિસ (Box Office) પર દર્શકોને એકત્ર કરવામાં નિષ્ફળ રહી હતી. લગભગ 180 કરોડ રૂપિયામાં બનેલી 'લાલ સિંહ ચઢ્ઢા' લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે, જ્યારે લગભગ 70 કરોડ રૂપિયામાં બનેલી 'રક્ષા બંધન' લગભગ 39 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે.

Aug 23, 2022 | 3:49 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 23, 2022 | 3:49 PM

1975માં રિલીઝ થયેલી ફિલ્મ 'શોલે' એ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે, જેનું નિર્દેશન રમેશ સિપ્પીએ કર્યું હતું. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, જયા બચ્ચન, સંજીવ કુમાર અને અમજદ ખાન સ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 15 કરોડથી વધુ ટિકિટો વેચી હતી.

1 / 12
પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, રાણા દગ્ગુબાતી, તમન્ના ભાટિયા અને રામ્યા કૃષ્ણન સ્ટારર 'બાહુબલી 2: ધ કન્ક્લૂઝન' એ બોક્સ ઓફિસ પર 12 કરોડથી વધુ ટિકિટો વેચી હતી. 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન એસ.એસ. રાજામૌલીએ કર્યું હતું.

2 / 12
મહેબૂબ ખાનના ડાયરેક્શનમાં બનેલી મધર ઈન્ડિયાએ બોક્સ ઓફિસ પર 10 કરોડથી વધુ ટિકિટ વેચી હતી. સુનીલ દત્ત, રાજેન્દ્ર કુમાર અને નરગીસ સ્ટારર આ ફિલ્મ 1957માં રિલીઝ થઈ હતી.

3 / 12
દિલીપ કુમાર અને મધુબાલા સ્ટારર રોમેન્ટિક હિસ્ટોરિકલ ડ્રામા 'મુગલ-એ-આઝમ'એ બોક્સ ઓફિસ પર 10 કરોડથી વધુ ટિકિટ વેચી હતી. કે. આસિફના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1960માં રિલીઝ થઈ હતી.

4 / 12
સૂરજ બડજાત્યાએ સલમાન ખાન અને માધુરી દીક્ષિતને લઈને 'હમ આપકે હૈ કૌન' બનાવી, જે 1994માં રીલિઝ થઈ અને ફેમિલી એન્ટરટેઈનર માટે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 7.4 કરોડ ટિકિટો વેચી હતી.

5 / 12
અમિતાભ બચ્ચન, કાદર ખાન, ઋષિ કપૂર, વહીદા રહેમાન અને રતિ અગ્નિહોત્રી સ્ટારર 'કુલી' એ 1983ની કલ્ટ ફિલ્મ માનવામાં આવે છે, જેનું નિર્દેશન મનમોહન દેસાઈએ કર્યું હતું. તે સમયે આ ફિલ્મની બોક્સ ઓફિસ પર લગભગ 7 કરોડ ટિકિટો વેચાઈ હતી.

6 / 12
અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રેખા, રાખી અને અમજદ ખાન સ્ટારર 'મુકદ્દર કા સિકંદર' માટે લગભગ 6.7 કરોડ ટિકિટો વેચાઈ હતી. 1978ની આ ફિલ્મનું નિર્દેશન પ્રકાશ મહેરાએ કર્યું હતું.

7 / 12
અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને વિનોદ ખન્ના, પરવીન બાબી, નીતુ સિંહ, શબાના આઝમી અને પ્રાણ સ્ટારર 'અમર અકબર એન્થોની' 1977ની મસાલા એન્ટરટેઈનર હતી, જેનું નિર્દેશન મનમોહન દેસાઈએ કર્યું હતું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 6.2 કરોડ ટિકિટો વેચી હતી.

8 / 12
1981માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ 'ક્રાંતિ'ની બોક્સ ઓફિસ પર લગભગ 6 કરોડ ટિકિટો વેચાઈ હતી. દિલીપ કુમાર, મનોજ કુમાર, શશિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, હેમા માલિની, પરવીન બાબી, સારિકા, નિરુપા રોય અને પ્રેમ ચોપરા સ્ટારર, આ ફિલ્મનું નિર્દેશન મનોજ કુમારે કર્યું હતું અને તે યુગની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ હતી.

9 / 12
1973માં રીલિઝ થયેલી ઋશી કપૂર અને ડિમ્પલ કાપડિયા સ્ટારર 'બોબી'ની તે સમયે લગભગ 5.3 કરોડની ટિકિટો વેચાઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન રાજ કપૂરે કર્યું હતું.

10 / 12
પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી KGF ચેપ્ટર 2 આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. યશ સ્ટારર આ ફિલ્મની લગભગ 5 કરોડ ટિકિટ બોક્સ ઓફિસ પર વેચાઈ હતી.

11 / 12
એસ એસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી 'RRR' આ વર્ષની અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. જુનિયર એનટીઆર, રામચરણ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 4 કરોડ ટિકિટ વેચી હતી.

12 / 12

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati