Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ, જુઓ Video

Banaskantha : થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2025 | 11:17 AM

બનાસકાંઠાના થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી. થરાદના DySPએ ફરિયાદી બની લકી ડ્રોના આયોજકો સામે ફરિયાદ નોંધાવી છે. લકી ડ્રોના પાંચ આયોજકો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

બનાસકાંઠાના થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી. થરાદના DySPએ ફરિયાદી બની લકી ડ્રોના આયોજકો સામે ફરિયાદ નોંધાવી છે. લકી ડ્રોના પાંચ આયોજકો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ચાર મહિના પહેલા ઈનામની લોભામણી જાહેરાત સાથે લકી ડ્રો યોજાયો હતો.

લકી ડ્રોમાં રુપિયા 99ની ટિકિટમાં પ્રથમ ઈનામમાં સ્વીફટ કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર સહિત 1 હજાર 111 ઈનામો લકી ડ્રોમાં રાખ્યા હતા. સરકારની મંજૂરી વિના લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ. લકી ડ્રોની ટિકિટનું વિતરણ કર્યા બાદ ઈનામો ન આપીને ગ્રાહકોને છેતરવાનો આરોપી લગાવવામાં આવ્યો છે.

થરાદના DySP બન્યા ફરિયાદી

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ લક્કી ડ્રો વિવાદમાં આવી ચૂક્યુ છે. થરાદના DySPએ ફરિયાદી બની ડ્રોના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમના વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમનો ગુનો નોંધાયો છે. ચાર મહિના પહેલા ઈનામની લોભામણી જાહેરાત સાથે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">